(Source: ECI/ABP News/ABP Majha)
Rupee At All Time Low: રૂપિયામાં ફરી ઐતિહાસિક ઘટાડો, પ્રથમ વખત ડોલર સામે 83.08 ના નવા રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો
ડૉલરની મજબૂતાઈએ રૂપિયાનું અવમૂલ્યન કરવાનું કામ કર્યું છે. ભારત સરકારના 10 વર્ષના બોન્ડ પર યીલ્ડ વધીને 7.4510 ટકા થઈ ગઈ છે.
Rupee At All Time Low: ભારતીય રૂપિયો ગુરુવારે ડોલર સામે અત્યાર સુધીની સૌથી નીચલી સપાટીએ ખુલ્યો છે. રૂપિયો 83.04 પ્રતિ ડોલર પર ખુલ્યું અને 83.08 ના નવા ઓલ-ટાઇમ નીચા સ્તરે પહોંચ્યો હતો. સવારે 9.15 વાગ્યે, રૂપિયો 83.06 પર ટ્રેડ કરી રહ્યો હતો, જે તેના અગાઉના 82.99 ના બંધથી 0.08% ઘટીને હતો.
બ્લૂમબર્ગ ડૉલર સ્પોટ ઇન્ડેક્સ બુધવારે 0.6% ઉછળ્યા પછી 0.2% જેટલો ચઢ્યો હતો. ફેડરલ રિઝર્વ બેંક ઓફ શિકાગોના પ્રમુખ ચાર્લ્સ ઇવાન્સે જણાવ્યું હતું કે ફુગાવાનો સામનો કરવા માટે નાણાકીય નીતિ ચુસ્ત હોવી જરૂરી છે અને જો ફુગાવો વધુ બગડે તો મધ્યસ્થ બેંકે વધુ કરવું પડશે.
ગઈકાલે કરન્સી માર્કેટના બંધ સમયે રૂપિયો 66 પૈસા એટલે કે 0.8 ટકાના ઘટાડા સાથે રૂ. 83.02 પર બંધ થયો હતો.
રૂપિયામાં આ ઘટાડો યુએસ બોન્ડ રેટ (યુએસ ટ્રેઝરી યીલ્ડ્સ)માં વધારા પછી જોવા મળ્યો છે. ડૉલરની મજબૂતાઈએ રૂપિયાનું અવમૂલ્યન કરવાનું કામ કર્યું છે. ભારત સરકારના 10 વર્ષના બોન્ડ પર યીલ્ડ વધીને 7.4510 ટકા થઈ ગઈ છે. નિષ્ણાતોના મતે, 82.40 રૂપિયા પર, આરબીઆઈએ દખલ કરી હતી અને રૂપિયાને ગગડતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એવું માનવામાં આવે છે કે જો આરબીઆઈ હસ્તક્ષેપ નહીં કરે તો રૂપિયામાં ઘટાડો થવાનો સિલસિલો ચાલુ રહી શકે છે. નિષ્ણાતોના મતે માર્ચ 2023 સુધીમાં રૂપિયો 85ના સ્તરે આવી શકે છે.
Rupee Hits a fresh record low, at 83.08 against US Dollar pic.twitter.com/QnXTZJeWHd
— ANI (@ANI) October 20, 2022
જો કે, આરબીઆઈના હસ્તક્ષેપને કારણે, ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો છે. એક વર્ષ પહેલા, 642 બિલિયન ડોલરનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ હતું, જે ઘટીને $538 બિલિયનની નજીક આવી ગયું છે. એટલે કે ફોરેન એક્સચેન્જ ફંડમાં 100 અબજ ડોલરનો ઘટાડો થયો છે. ઘણા નિષ્ણાતો માને છે કે ભારતનો વિદેશી મુદ્રા ભંડાર ઘટીને $500 બિલિયન થઈ શકે છે.
જોકે, જો ડોલર સામે રૂપિયો સતત નબળો પડતો રહેશે તો આયાત મોંઘી થઈ શકે છે, જેના કારણે ચાલુ ખાતાની ખાધ વધી શકે છે. ચાલુ નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એપ્રિલથી જૂન સુધી ચાલુ ખાતાની ખાધ વધીને $23.9 બિલિયન થઈ ગઈ છે, જે GDPના 2.8 ટકા છે.