Hun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાત
હાલ ગુજરાતમાં અને તમામ મીડિયામાં ચર્ચા થઈ રહી છે સાબરકાંઠાના મહાઠગની. આજે abp અસ્મિતા પર્દાફાશ કરવા જઈ રહ્યું છે ઉત્તર ગુજરાતના સુપર મહઠગનો. ઉત્તર ગુજરાતમાં આવા ગઠિયાઓનો કોઈ ટોટો નથી. બનાસકાંઠાનો આ સુપર મહાઠગ છે તો એસટીનો ક્લાર્ક. પરંતુ લોકોને મોટા મોટા સ્વપ્ન બતાવી કેટલા કરોડનું કરી નાખ્યું તે કહેવું મુશ્કેલ છે.
બનાસકાંઠાના આબુ રોડ પર આવેલા એક કોમ્પલેક્ષમાં આવેલી એક ઓફિસ પર લાગેલું આ પાટિયું જુઓ. કંપનીનું નામ છે નાવ સ્ટાર્ટ વે. આ પાટિયું શનિવાર સુધી લાગેલું હતું. પણ જ્યારે આ લોકોને ધ્યાનમાં આવ્યું કે આ માહિતી abp અસ્મિતાના ધ્યાને આવી ગયું છે, કે તુરંત રાતોરાત પાટિયું ઉતરી ગયું. આ તસ્વીર જુઓ આજની જેમાં કંપનીનું પાટિયું ઉતારી દેવાયું છે. આ બે તસવીર જુઓ એક શનિવારની અને બીજી રવિવારની. એક રાતમાં પાટિયું કેવું ગાયબ થઈ ગયું. આ ઓફિસના માલિક સાથે ટેલીફોનીક વાતચીત કરતા માલુમ પડ્યું કે આ જગ્યા તેમણે માર્ચ મહિનામાં ખાલી કરાવી નાખી છે. ઓફિસના મૂળ માલિક ઉદયપુર રહે છે એટલે રૂબરૂ વાત નથી થઈ શકી.