Bhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયું
ભાવનગર તળાજા નગરપાલિકા વિસ્તારમાં ચાલતા રોડના કામમાં નબળી ગુણવત્તા સામે આવતા માર્ગનું કામ અટકાવીને નબળું કામ દૂર કરવામાં આવ્યું છે
ભાવનગરમાં તળાજા નગરપાલિકા વિસ્તારમાં રોડના કામમાં નબળી ગુણવત્તા હોવાની ફરિયાદ બાદ માર્ગનું કામ અટકાવીને નબળું કામ દૂર કરવામાં આવ્યું. રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી 11 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસના કામો થઈ રહ્યા છે. જેમાં સીસી રોડના કામમાં નબળું કામ થતું હોવાની ફરિયાદ ઉઠી હતી. તળાજા ભાજપના નેતા પણ પત્ર લખ્યો હતો. જેમાં નગરપાલિકામાં વિકાસનાં થતા કામોમાં ગુણવત્તા યુક્ત કામ કરવા બાબત ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. અગાઉ સ્થાનિક ધારાસભ્યે પણ કડક સૂચના આપી હતી. જો કે આમ છતાં નગરપાલિકા વિસ્તારમાં આર.સી.સી રોડના કામમાં નબળી રેતીનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાથી ચીફ ઓફિસર દ્વારા રૂબરૂ નિરીક્ષણ કરીને કામ અટકાવ્યું.
















