શોધખોળ કરો
Advertisement
સેમસંગે Facebook સાથે કરી ભાગીદારી, ઑફલાઈન રિટેલર્સને ડિજિટલ બનાવવામાં કરશે મદદ
સેમસંગ કંપનીએ ભારતમાં પોતાના ઑફલાઈન દુકાનદારોને ઓનલાઈન બિઝનેસ અંગે ટ્રેનિંગ આપવા માટે ફેસબુક સાથે કરાર કર્યા છે.
નવી દિલ્હી: સ્માર્ટફોન મેકર સેમસંગ કંપનીએ ભારતમાં પોતાના ઑફલાઈન દુકાનદારોને ઓનલાઈન બિઝનેસ અંગે ટ્રેનિંગ આપવા માટે ફેસબુક સાથે કરાર કર્યા છે. કંપનીના નિવેદન અનુસાર, સોશિયલ ડિસ્ટન્સિંગના આ સમયમાં પ્રથમ તબક્કામાં ફેસબુક અને સેમસંગ 800થી વધુ ઑફલાઈન દુકાનદારોને ઑનલાઈન વેપાર કરવા માટે ટ્રેનિંગ આપી ચુકી છે. આગામી સપ્તાહમાં વધુ ટ્રેનિંગ માટે આયોજન કરવામાં આવશે.
આ કાર્યક્રમ હેઠલ ઑફલાઈન રિટેલર્સને ફેસબુક, મેસેન્જર, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર તેમની ઓનલાઈન એવેલેબલ અને ઓળખ બનાવવા માટે ટ્રેનિંગ આપવામાં આવે છે.
સેમસંગ ઈન્ડિયામાં મોબાઈલ બિઝનેસના વરિષ્ઠ ઉપાધ્યક્ષ મોહનદીપ સિંહે કહ્યું કે, “ફેસબુક સાથે અમારી ભાગીદારી મોટી સંખ્યામાં અમારા રિટેઈલ ભાગીદારોને ડિજિટલમાં આગળ વધવા માટે મદદ કરી રહી છે. ફેસબુક પ્રશિક્ષણનો લાભ ઉઠાવીને અમારા રેટલ દુકાનદાર સ્થાનીક ગ્રાહકોને ઓનલાઈન શોધવા અને ટાર્ગેટ મેળવવામાં સક્ષમ રહેશે. ”
સિંહે કહ્યું, “ગ્રાહકોને પણ તેનાથી ફાયદો થશે, કારણ કે, તેઓ હવે પોતાના સ્થાનીક વિક્રતાઓને સોશિયલ મીડિયા પેજોના માધ્યમથી ગેલેક્સી સ્માર્ટફોને જેવા પ્રોડક્ટની જાણકારી અને ખરીદદારી કરી શકશે.” આ ટ્રેનિંગ સેમસંગના ઓફલાઈન રીટેઈલ દુકાનદારોને ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ પર પોતાના બિઝનેસ પેજ અને અકાઉન્ટ સેટ કરવામાં મદદ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દેશ
દેશ
Advertisement