Sati Poly Plast કંપનીની બજારમાં શાનદાર એન્ટ્રી, 90 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ બાદ શેરમાં અપર સર્કિટ
શેરબજારમાં ઘટાડા છતાં પેકેજિંગ મટિરિયલ મેન્યુફેક્ચરિંગ કંપની સતી પોલી પ્લાસ્ટના શેરે સોમવારે બજારમાં જોરદાર એન્ટ્રી કરી હતી.
Sati Poly Plast listing: શેરબજારમાં ઘટાડા છતાં પેકેજિંગ મટિરિયલ મેન્યુફેક્ચરિંગ કંપની સતી પોલી પ્લાસ્ટના શેરે સોમવારે બજારમાં જોરદાર એન્ટ્રી કરી હતી. સતી પોલી પ્લાસ્ટના શેર NSE SME પર 247 રૂપિયા પર લિસ્ટ થયા હતા, જે શેર દીઠ 130 રૂપિયાના પ્રાઇસ બેન્ડ કરતાં 90 ટકા વધારે છે. લિસ્ટિંગ બાદ કંપનીના શેર પાંચ ટકાની અપર સર્કિટ બાદ 259.35 રૂપિયા પર પહોંચી ગયા હતા.
Congratulations Sati Poly Plast Limited on getting listed on NSE Emerge today! The company manufactures multifunctional flexible packaging materials that meet the packaging needs of various industries. The public Issue was of Rs. 1,735.50 lakhs at an issue price of Rs. 130 per… pic.twitter.com/okGUwQfQTO
— NSE India (@NSEIndia) July 22, 2024
સતી પોલી પ્લાસ્ટ (Sati Poly Plast) આઈપીઓનું લિસ્ટિંગ લગભગ નિષ્ણાતોની અપેક્ષાઓ અનુસાર રહ્યું હતું. સતી પોલી પ્લાસ્ટના IPOનું GMP અથવા ગ્રે માર્કેટ પ્રીમિયમ શેર દીઠ 140 રૂપિયા હતું. IPOની અંદાજિત લિસ્ટિંગ કિંમત પ્રતિ શેર 270 રૂપિયા નક્કી કરવામાં આવી હતી, જે ઇશ્યૂ કિંમત કરતાં 107.69 ટકાનું પ્રીમિયમ છે.
સતી પોલી પ્લાસ્ટનો IPO એ SME ઇશ્યૂ હતો જે શુક્રવાર, 12 જુલાઇના રોજ સબસ્ક્રિપ્શન માટે ઓપન થયો હતો અને 16 જૂલાઇ મંગળવારના રોજ બંધ થયો હતો. IPO એલોટમેન્ટ 18 જુલાઇના રોજ ફાઇનલ કરવામાં આવ્યું હતું અને આજે માર્કેટમાં લિસ્ટ થયું હતું.
પ્રાઇસ બેન્ડ શું હતું?
સતી પોલી પ્લાસ્ટ આઈપીઓની પ્રાઇસ બેન્ડ શેર દીઠ 123 -130 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. કંપનીએ બુક-બિલ્ટ ઈશ્યુમાંથી 17.36 કરોડ એકત્ર કર્યા જે સંપૂર્ણપણે 13.35 લાખ ઈક્વિટી શેરનો તાજો ઈશ્યુ હતો.
IPOને રોકાણકારો તરફથી મજબૂત પ્રતિસાદ મળ્યો હતો
કંપનીનો IPO રિટેલ કેટેગરીમાં 670.62 ગણો, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બિડર્સ (QIB) કેટેગરીમાં 146 ગણો અને નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) કેટેગરીમાં 569.52 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. એકંદરે કંપનીના IPO માટે 499.13 ગણી અરજી કરવામાં આવી હતી.
સતી પોલી પ્લાસ્ટ શું કરે છે?
સતી પોલી પ્લાસ્ટ કંપની બહુવિધ ઉદ્યોગોની પેકેજિંગ જરૂરિયાતોને સંતોષતા બહુહેતુક પેકેજિંગ સામગ્રીનું ઉત્પાદન કરે છે. તેઓ વિવિધ પેકેજિંગ જરૂરિયાતો માટે સમગ્ર સોલ્યુશન આપે છે. 2015 સુધી કંપની માત્ર ફ્લેક્સિબલ પેકેજિંગ મટિરિયલમાં જ બિઝનેસ કરતી હતી પરંતુ 2017થી તેણે જાતે તેનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું હતું.