શોધખોળ કરો
Advertisement
શેરબજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે આવતીકાલે લિસ્ટિંગ થશે SBI Card IPO
શેરબજારના નિષ્ણાંતો અનુસાર, બજારની જે સ્થિતિ છે તેમાં આ આઇપીઓના પ્રીમિયમ મળવાની ઓછી આશા છે.
નવી દિલ્હીઃશેરબજારમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવ વચ્ચે સોમવારે એસબીઆઇ કાર્ડનો આઇપીઓ સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ થશે. આ આઇપીઓ સબ્સક્રિપ્શન માટે 2-5 માર્ચના રોજ ખુલ્યો હતો. એસબીઆઇ કાર્ડ્સના આઇપીઓને શેરબજારમાં જબરદસ્ત પ્રતિક્રિયા મળી હતી. આ આઇપીઓને 26 ગણી વધુ બોલી મળી હતી. શેરબજારના નિષ્ણાંતો અનુસાર, બજારની જે સ્થિતિ છે તેમાં આ આઇપીઓના પ્રીમિયમ મળવાની ઓછી આશા છે. તેની ફ્લેટ અથવા ડિસ્કાઉન્ટ પર લિસ્ટિંગ થઇ શકે છે. જો એવું થાય છે તો મોટા રોકાણકારોને ભારે ઝટકો લાગશે જેમણે ઉંચા વ્યાજ દર પર લોન લઇને આ આઇપીઓમાં રોકાણ કર્યું છે.
ગ્રે માર્કેટમાં એસબીઆઇ કાર્ડનો આઇપીઓ શુક્રવારે ઇશ્યૂ પ્રાઇસથી 20-25 ટકા ડિસ્કાઉન્ટ સાથે ટ્રેડ કરી રહ્યો હતો. આ આઇપીઓ માટે પ્રાઇસ બેન્ડ મહતમ 755 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. શુક્રવારે સવારે જ્યારે નિફ્ટીએ 10 ટકા લોઅર સર્કિટ લિમિટ ટચ કરી હતી ત્યારે આ આઇપીઓ 755 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. બાદમાં જ્યારે બજારમાં તેજી આવી ત્યારે ડિસ્કાઉન્ટમાં પ્રતિ શેર 5 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો. જો આ આઇપીઓ પોતાના પ્રાઇસ બેન્ડ અથવા થોડો વધારે ચઢીને લિસ્ટ થાય છે તો મોટા રોકાણકારોને નુકસાન ઉઠાવવું પડી શકે છે કારણ કે તેમણે ઉંચા વ્યાજ દર પર લોન લીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement