SBIમાં FD કરનારાઓને હવે મળશે મોટો ફાયદો, બેંકે કર્યો આ ફેરફાર, જાણો વિગતે
બેંકે એક સપ્તાહમાં બીજી વખત ગ્રાહકોને ફાયદો કરાવ્યો છે.
SBI FD Interest Rates 2022: સ્ટેટ બેંક (SBI) માં ખાતું ધરાવતા ગ્રાહકો માટે સારા સમાચાર છે. જો તમારી પાસે પણ બેંકમાં FD કરાવવાનો પ્લાન છે અથવા તો તમે કરી ચૂક્યા છો તો હવે તમને તેના પર વધુ ફાયદો મળશે. SBIએ FDના વ્યાજ દરમાં ફરી વધારો કર્યો છે. બેંકે એક સપ્તાહમાં બીજી વખત FDના દરમાં ફેરફાર કર્યો છે.
સત્તાવાર વેબસાઇટ પર માહિતી આપવામાં આવી છે
તમને જણાવી દઈએ કે આ વખતે બેંકે લાંબા ગાળાની બેંક FDના દરમાં વધારો કર્યો છે. SBIએ કહ્યું કે 10 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટના દરમાં વધારો કરવામાં આવ્યો છે. SBIએ તેની ઓફિશિયલ વેબસાઈટ પર બેંક FD રેટ વિશે માહિતી આપી છે.
10 બેસિસ પોઈન્ટ વધારો
બેંક દ્વારા જારી કરાયેલા નવા વ્યાજ દર 22 જાન્યુઆરીથી અમલમાં આવ્યા છે, પરંતુ તેની જાહેરાત 25 જાન્યુઆરીએ કરવામાં આવી છે. બેંક દ્વારા વધેલા વ્યાજ દરો માત્ર 2 કરોડથી ઓછીની FD પર જ લાગુ થશે. બેંકે FD પર 7 દિવસથી 10 વર્ષ સુધી 10 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે.
વ્યાજ પર કેટલો ફાયદો મળશે?
તમને જણાવી દઈએ કે સ્ટેટ બેંકે આ મહિનામાં સતત બીજી વખત બેંક એફડીના દરમાં વધારો કર્યો છે. આ પહેલા પણ 17 જાન્યુઆરીએ બેંકે FDના દરમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. હાલમાં બેંક સામાન્ય ગ્રાહકોને 2.90 ટકાથી 5.40 ટકા સુધીના વ્યાજનો લાભ આપી રહી છે. તે જ સમયે, વરિષ્ઠ નાગરિકોને 3.40 ટકાથી 6.20 ટકા સુધીના વ્યાજનો લાભ મળી રહ્યો છે.
વરિષ્ઠ નાગરિકો માટે નવીનતમ FD દરો
- 7 થી 45 દિવસ - 3.40 ટકા
- 46 થી 179 દિવસ - 4.40 ટકા
- 180 થી 210 દિવસ - 4.90 ટકા
- 211 દિવસથી એક વર્ષ કરતાં ઓછી FD પર - 4.90 ટકા
- 1 વર્ષથી લઈને 2 વર્ષથી ઓછીની FD પર - 5.60 ટકા
- 2 વર્ષથી લઈને 3 વર્ષથી ઓછીની FD પર - 5.60 ટકા
- 3 વર્ષથી લઈને 5 વર્ષથી ઓછીની FD પર - 5.80 ટકા
- 5 વર્ષથી 10 વર્ષથી ઓછીની FD પર - 6.20 ટકા
સામાન્ય નાગરિકો માટે SBI FD દરો
- 7 થી 45 દિવસ - 2.90 ટકા
- 26 થી 179 દિવસ - 3.90 ટકા
- 180 થી 210 દિવસ - 4.40 ટકા
- 211 દિવસથી એક વર્ષ કરતાં ઓછી FD પર - 4.40 ટકા
- 1 વર્ષથી લઈને 2 વર્ષથી ઓછીની FD પર - 5.10 ટકા
- 2 વર્ષથી લઈને 3 વર્ષથી ઓછીની FD પર - 5.10 ટકા
- 3 વર્ષથી 5 વર્ષથી ઓછીની FD પર - 5.30 ટકા
- 5 વર્ષથી લઈને 10 વર્ષથી ઓછીની FD પર - 5.40 ટકા