શોધખોળ કરો

નવા વર્ષ પહેલા SBIએ આપ્યો મોટો ઝાટકો, આ ગ્રાહકોની લોનનો હપ્તો વધી જશે

SBIએ સત્તાવાર વેબસાઈટ પર જણાવ્યું છે કે 15 ડિસેમ્બરથી બેઝ રેટમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે.

સૌથી મોટી બેંક SBIએ નવા વર્ષ પહેલા પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. સરકારી બેંકે બેઝ રેટમાં વધારો કર્યો છે. આ કારણે SBIના ઘણા લોન લેનારાઓએ હવે વધુ વ્યાજ ચૂકવવું પડશે. બીજી બાજુ, બેંકે કેટલીક FDs પર વ્યાજ દરમાં વધારો કર્યો છે, પરંતુ માત્ર અમુક જ લોકો તેનો લાભ લઈ શકશે.

હવે આ SBIનો બેઝ રેટ છે

SBIએ સત્તાવાર વેબસાઈટ પર જણાવ્યું છે કે 15 ડિસેમ્બરથી બેઝ રેટમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. બેઝ રેટમાં 10 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવાનો મતલબ એ છે કે હવે એસબીઆઈની લોન પ્રોડક્ટ જે બેઝ રેટ સાથે જોડાયેલી છે, તેમનું વ્યાજ 0.10 ટકા વધુ હશે. અગાઉ સપ્ટેમ્બરમાં SBIએ બેઝ રેટમાં 5 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 7.45 ટકા કર્યો હતો. નવીનતમ ફેરફાર પછી, બેઝ રેટ વધીને 7.55 ટકા થઈ ગયો છે.

આ ગ્રાહકોને નુકસાન થશે

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના આ નિર્ણયથી તે ગ્રાહકોને નુકસાન થશે જેમણે જાન્યુઆરી 2019 પહેલા આ સરકારી બેંકમાંથી કોઈ લોન લીધી છે. SBI એ જાન્યુઆરી 2019 થી રેપો રેટ સાથે જોડાયેલ એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (EBLR) અપનાવ્યો છે. EBLR માં હજુ સુધી કોઈ ફેરફાર થયો નથી. તેથી, જાન્યુઆરી 2019 પછી નવા ફેરફારની SBI પાસેથી લોન લેનારા ગ્રાહકો પર કોઈ અસર થવાની નથી.

બે કરોડથી વધુની FD પર વ્યાજ પણ વધ્યું

આ સિવાય SBIએ બે કરોડથી વધુની FD પર વ્યાજ વધારવાનો પણ નિર્ણય કર્યો છે. હવે ગ્રાહકો આવી FD પર પહેલા કરતા વધુ વ્યાજ મેળવી શકશે. આ ફેરફાર પણ 15 ડિસેમ્બરથી લાગુ થઈ ગયો છે. 2 કરોડ અથવા તેનાથી ઓછી રકમની FD પરના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી.

વ્યાજ દર 20 વર્ષની નીચી સપાટીએ છે

નોંધનીય છે કે રિઝર્વ બેંક (RBI) એ ડિસેમ્બરમાં MPCની બેઠકમાં ચાવીરૂપ દરો જૂના સ્તર પર રાખવાનો નિર્ણય લીધો હતો. અત્યારે રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે. એપ્રિલ 2001 પછી વ્યાજ દરનું આ સૌથી નીચું સ્તર છે. જો કે, બેકાબૂ ફુગાવાના કારણે આરબીઆઈને ટૂંક સમયમાં દર વધારવાના માર્ગ પર પાછા ફરવું પડી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget