શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

SBI Hikes Lending Rates: SBI ગ્રાહકોને મોટો ઝટકો! બેંકે BPLRમાં 0.70% વધારો કર્યો, લોનનો હપ્તો વધી જશે

BPLR ઉપરાંત, બેંકે તેના બેઝ રેટમાં પણ વધારો કરવાની જાહેરાત કરી છે. નવો બેઝ રેટ 8.7% પર પહોંચી ગયો છે.

State Bank of India Lending Rates: જો તમે તમારા દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી લોન લીધી છે, તો આ સમાચાર તમારા કામના છે. તેના ગ્રાહકોને મોટો ફટકો આપતા બેંકે તેના બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટમાં 70 બેસિસ પોઈન્ટ એટલે કે 0.70%નો વધારો કર્યો છે. આ વધારા બાદ બેંકનો નવો BPLR હવે 13.45% પર પહોંચી ગયો છે. બેંક દ્વારા વધારવામાં આવેલા આ નવા દરો 15 સપ્ટેમ્બર 2022થી અમલમાં આવ્યા છે. બેંકે તેની સત્તાવાર વેબસાઇટ પર આ વધારાની માહિતી આપી છે.

લોન EMI વધશે

BPLRમાં આ વધારાની સીધી અસર ગ્રાહકો પર પડશે. નોંધનીય છે કે અગાઉ આ BPLR 12.75% હતો, જે હવે વધીને 13.45% થઈ ગયો છે. અગાઉ બેંકે જૂન 2022માં તેના BPLRમાં વધારો કર્યો હતો. BPLR ઉપરાંત, બેંકે તેના બેઝ રેટમાં પણ વધારો કરવાની જાહેરાત કરી છે. નવો બેઝ રેટ 8.7% પર પહોંચી ગયો છે. બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ અને બેઝ રેટમાં વધારાની સીધી અસર ગ્રાહકોના EMI પર પડશે. હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન જેવી અનેક પ્રકારની લોનના EMI હપ્તા વધવાના છે. SBI દર ત્રણ મહિને BPLR અને બેઝ રેટની સમીક્ષા કરવા જઈ રહી છે.

RBI રેપો રેટ વધારી શકે છે

28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ફરી એકવાર RBI મોનેટરી પોલિસી કમિટીની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ફરી એકવાર RBI રેપો રેટમાં 25 થી 35 બેસિસ પોઈન્ટના વધારાની જાહેરાત કરી શકે છે. તેની સીધી અસર કાર લોન, હોમ લોન, એજ્યુકેશન લોન પર જોવા મળી રહી છે. અગાઉ 4 મેના રોજ આરબીઆઈએ રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 4.40 ટકા કર્યો હતો. આ પછી, 8 જૂન, 2022 ના રોજ સમિતિની બેઠક પછી, રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યા પછી તેને વધારીને 4.90% કરવામાં આવ્યો. આ પછી, 5 ઓગસ્ટ 2022 ના રોજ, આરબીઆઈએ રેપો રેટ 0.50% વધારીને 5.40 ટકા કર્યો. રેપો રેટમાં સતત વધારાને કારણે લોકો પર લોન EMIનો બોજ સતત વધી રહ્યો છે.

SBIએ માર્કેટ કેપિટલમાં 5 લાખ કરોડનો આંકડો પાર કર્યો

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ગઈકાલે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. બેન્કે માર્કેટ કેપિટલમાં રૂ. 5 લાખ કરોડના મોટા બેન્ચમાર્કને પાર કરી લીધું છે. SBI બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ ત્રીજી બેંક છે જેણે આ આંકડાને સ્પર્શ કર્યો છે. અગાઉ HDFC બેંક અને ICICI બેંકે આ મોટી સફળતા હાંસલ કરી હતી. SBI એ એક વર્ષમાં તેના રોકાણકારોને લગભગ 28% નું બમ્પર વળતર આપ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot New: જયંતિ સરધારા પર હુમલાના બનાવમાં PI સંજય પાદરીયા પાસે હથિયાર હતું કે કેમ તે હજી નથી થયું સ્પષ્ટ:  પોલીસGujarat Police: POCSOના ગુના સામે ગુજરાત પોલીસની ઝીરો ટોલરંસની નીતિ, 3 વર્ષમાં 609 આરોપીઓને સજાGandhinagar News: ગાંધીનગરમાં PTC પાસ ઉમેદવારોનું વિરોધ પ્રદર્શનJamnagar News: દરેડ BRC ભવનમાં પુસ્તક પલળવાના પ્રકરણમાં તપાસની ફાઈલ ગુમ થવાનો મામલો વધુ વકર્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
જિયોના 3 મહિના સુધી ચાલનારા સૌથી સસ્તા રિચાર્જ પ્લાન,  ફ્રીમાં મળશે આ ગજબના ફાયદાઓ 
જિયોના 3 મહિના સુધી ચાલનારા સૌથી સસ્તા રિચાર્જ પ્લાન,  ફ્રીમાં મળશે આ ગજબના ફાયદાઓ 
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી સારો નફો કેવી રીતે મેળવી શકો, રોકાણ કરવાની શું છે પૂરી પ્રોસેસ ? 
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી સારો નફો કેવી રીતે મેળવી શકો, રોકાણ કરવાની શું છે પૂરી પ્રોસેસ ? 
Pushpa 2 Advance Booking: 'પુષ્પા 2' ના ફેન્સ માટે સારા સમાચાર, આ દિવસે શરુ થશે ફિલ્મનું એડવાન્સ બુકિંગ 
Pushpa 2 Advance Booking: 'પુષ્પા 2' ના ફેન્સ માટે સારા સમાચાર, આ દિવસે શરુ થશે ફિલ્મનું એડવાન્સ બુકિંગ 
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ, આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
Embed widget