SBIએ હોમ લોન બાદ હવે પર્સનલ, કાર અને ગોલ્ડ લોનની પ્રોસેસિંગ ફી માફ કરી, FD પર મળશે વધારે વ્યાજ
આ સિવાય તમને લોન લેવા પર પણ ખાસ છૂટ મળશે.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) એ 75 માં સ્વતંત્રતા દિવસ પર 'SBI પ્લેટિનમ ડિપોઝિટ' નામની ખાસ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે. આ યોજના હેઠળ રોકાણ કરીને તમને સામાન્ય થાપણોની સરખામણીમાં 0.15% વધુ વ્યાજ મળશે. આ સિવાય હોમ, પર્સનલ, કાર અને ગોલ્ડ લોન પર પ્રોસેસિંગ ફી ન લેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. તમે 14 સપ્ટેમ્બર સુધી આનો લાભ લઈ શકો છો.
મર્યાદિત સમયગાળા માટે રોકાણ કરવાથી તમને લાભ મળશે
SBI પ્લેટિનમ ડિપોઝિટનો લાભ રોકાણ પર 75 દિવસ, 525 દિવસ (75 અઠવાડિયા) અને પ્લેટિનમ 2250 દિવસ (75 મહિના) માટે ઉપલબ્ધ રહેશે. SBI અત્યારે થાપણો (FDs) પર મહત્તમ 5.40% વ્યાજ ઓફર કરી રહી છે.
હવે કેટલું વ્યાજ મળશે?
સમયગાળો | સામાન્ય વ્યાજ દર (%) | ઓફરમાં મળનારું વ્યાજ (%) |
75 દિવસ | 3.9 | 4.05 |
525 દિવસ | 4.9 | 5.05 |
2250 દિવસ | 5.4 | 5.55 |
લોન પર પ્રોસેસિંગ ફી માફ
SBI એ હોમ, પર્સનલ, કાર અને ગોલ્ડ લોન પર પ્રોસેસિંગ ફી ન લેવાનો પણ નિર્ણય કર્યો છે. આ સિવાય તમને લોન લેવા પર પણ ખાસ છૂટ મળશે.
ગોલ્ડ અને કાર લોન પર વ્યાજ દરમાં છૂટ
SBI એ ગોલ્ડ લોન પર 0.50% અને કાર લોન પર 0.25% ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. કાર લોન પર ડિસ્કાઉન્ટ મેળવવા માટે તમારે યોનો એપ દ્વારા અરજી કરવાની જરૂર છે. હવે તમને 7.50% વ્યાજ દરે ગોલ્ડ લોન અને કાર લોન મળશે. આ સિવાય કોરોના વોરિયરને પર્સનલ લોન પર 0.50% નું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે.
SBIના એફડી પરના વ્યાજ દર
સમયગાળો |
વ્યાજ દર (%) |
7 થી 45 દિવસ | 2.9 |
46 થી 179 દિવસ | 3.9 |
180 થી 210 દિવસ | 4.4 |
211 થી એક વર્ષ | 4.4 |
1 વર્ષથી વધારે અને 2 વર્ષથી ઓછા | 4.9 |
2 વર્ષથી 3 વર્ષ સુધી | 5.1 |
3 વર્ષથી 5 વર્ષથી ઓછી | 5.3 |
5 વર્ષથી 10 વર્ષ | 5.4 |