શોધખોળ કરો

SBIની મોટી ચેતવણી! YONO યુઝર્સને લૂંટી રહ્યા છે સ્કેમર્સ, બચવા માટે આટલું કરો

SBI Alert: ડિજિટલ બેન્કિંગ ક્ષેત્રમાં પણ કૌભાંડીઓની સંખ્યા સતત વધી રહી છે. દરરોજ કોઈને કોઈ છેતરપિંડીનો ભોગ બનતા હોવાના અહેવાલો મળી રહ્યા છે.

YONO Scam Alert: જેમ જેમ ભારત વધુ ડિજિટલ બની રહ્યું છે તેમ તેમ કૌભાંડો પણ વધી રહ્યા છે. ડિજિટલ બેન્કિંગ ક્ષેત્રમાં પણ કૌભાંડીઓની સંખ્યા સતત વધી રહી છે. દરરોજ કોઈને કોઈ છેતરપિંડીનો ભોગ બનતા હોવાના અહેવાલો મળી રહ્યા છે. પરિણામે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના ગ્રાહકોને આવા કૌભાંડીઓથી સાવધ રહેવા ચેતવણી આપી છે. બેન્કે YONO એપ યુઝર્સને એક મહત્વપૂર્ણ ચેતવણી જાહેર કરી છે. બેન્કે જણાવ્યું છે કે સાયબર ગુનેગારો નવી રીતોથી ગ્રાહકોને નિશાન બનાવી રહ્યા છે અને નાની બેદરકારી પણ ખાતું ખાલી કરી શકે છે.

YONO ના નામે છેતરપિંડી

આજકાલ કૌભાંડીઓ સોશિયલ મીડિયા પર YONO SBI ના નામે નકલી પેજ બનાવીને લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કૌભાંડીઓ ખોટી જાહેરાતો ચલાવે છે જેમાં કહેવામાં આવે છે કે, "તમારું યુઝરનેમ અથવા પાસવર્ડ ભૂલી ગયા છો? આ લિંક પર ક્લિક કરો અને તાત્કાલિક તેને રિકવર કરો." SBI એ આવી કોઈપણ લિંક પર ક્લિક કરવા સામે સ્પષ્ટ ચેતવણી જાહેર કરી છે. કારણ કે આ સંપૂર્ણપણે નકલી છે અને તમારી બેંકિંગ માહિતી ચોરી શકે છે.

સાવચેત રહો, સાવધાન રહો

જો કોઈ યુઝર આવી લિંક પર ક્લિક કરે છે અને તેમની વિગતો દાખલ કરે છે તો તે તરત જ છેતરપિંડીનો ભોગ બની શકે છે. તેથી બેન્ક હંમેશા YONO SBI એપ્લિકેશન અથવા સત્તાવાર વેબસાઇટનો ઉપયોગ કરવાની સલાહ આપે છે અને કોઈપણ અજાણી લિંક, સંદેશ અથવા કૉલ પર ક્યારેય કોઈ વ્યક્તિગત વિગતો શેર ન કરો. ખાસ કરીને OTP અથવા પાસવર્ડ શેર કરશો નહીં.

બેન્ક અધિકારીઓ તરીકેની ઓળખ આપી કોલ કરે છે 

વધુમાં, SBI અનુસાર, છેતરપિંડી કરનારાઓ બેંક અધિકારીઓ તરીકે ઓળખ આપી કૉલ, SMS અથવા ઇમેઇલ દ્વારા તમારો સંપર્ક કરી શકે છે. તેઓ KYC અપડેટ્સ, એકાઉન્ટ બ્લોકિંગ અથવા રિવોર્ડ પોઈન્ટ્સનું વચન આપીને યુઝર પાસેથી સંવેદનશીલ માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે. બેન્કે સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ અધિકારી ફોન અથવા મેસેજ મારફતે ક્યારેય OTP, PIN, પાસવર્ડ અથવા કાર્ડ વિગતો માંગતો નથી. જો કોઈ આવું કરે છે તો તે ચોક્કસપણે છેતરપિંડી છે. ખાસ કરીને YONO SBI યુઝર્સ સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે આ એપ્લિકેશન સીધી તેમના બેન્ક ખાતા સાથે જોડાયેલ છે.

આ પણ વાંચોઃ Bank of Baroda ની 444 દિવસની FD માં 1,00,000 રોકો તો કેટલું વ્યાજ મળશે? જુઓ ગણિત

બેન્ક આ નંબર પરથી કૉલ કરે છે.

બેન્કે એવી પણ સલાહ આપી છે કે તમારે બેન્ક સંબંધિત હોવાનો દાવો કરતા ફોન કોલ્સથી સાવધ રહેવું જોઈએ. SBIના સત્તાવાર કોલ્સ સામાન્ય રીતે 1600થી શરૂ થતા નંબરોથી આવે છે. જો તમને અન્ય કોઈ નંબર પરથી કોલ આવે છે, તો તેને શંકાની નજરે જુઓ અને કોઈપણ વિગતો શેર કરવાનું ટાળો. જો તમે છેતરપિંડીનો ભોગ બન્યા છો તો વિલંબ કર્યા વિના 1930 પર નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર કૉલ કરો અને ફરિયાદ નોંધાવો. તમે cybercrime.gov.in પર ઓનલાઈન પણ ફરિયાદ નોંધાવી શકો છો.

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!
ઘર ખરીદનારાઓને મોટો આંચકો: PNB અને BoB સહિતની બેંકોએ વ્યાજ દર વધાર્યા, હવે EMI કેટલો વધશે?
ઘર ખરીદનારાઓને મોટો આંચકો: PNB અને BoB સહિતની બેંકોએ વ્યાજ દર વધાર્યા, હવે EMI કેટલો વધશે?
ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે
ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget