શેરબજાર રેકોર્ડ તેજી સાથે બંધ, એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિ 4,000,000,000,000 વધી
બેન્કિંગ, ઓટો, એફએમસીજી અને એનર્જી શેરોમાં જોરદાર ખરીદી ચાલતાં બીએસઈ સેન્સેક્સ 384 અંકના ઉછાળા સાથે 84,928 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 148 અંકના ઉછાળા સાથે 25,939 અંકો પર બંધ થયો છે.

Stock Market Closing On 23 September 2024: અઠવાડિયાનાં ટ્રેડિંગ સેશન ભારતીય શેર બજાર માટે ઐતિહાસિક રહ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ હાઈ પર જઈને બંધ થયા છે. બીએસઈ સેન્સેક્સ માત્ર 20 અંકના અંતરથી 85000ના રેકોર્ડ હાઈને પાર કરવામાં નિષ્ફળ રહ્યો તો નિફ્ટી 44 અંકથી 26000ના ઐતિહાસિક હાઈને સ્પર્શવામાં પાછળ રહી ગયો. જોકે બેન્કિંગ, ઓટો, એફએમસીજી અને એનર્જી શેરોમાં જોરદાર ખરીદી ચાલતાં બીએસઈ સેન્સેક્સ 384 અંકના ઉછાળા સાથે 84,928 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 148 અંકના ઉછાળા સાથે 25,939 અંકો પર બંધ થયો છે. આ તેજીને કારણે રોકાણકારોની સંપત્તિમાં 4 લાખ કરોડનો વધારો થયો છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M), કોટક મહિન્દ્રા બેંક, હિન્દુસ્તાન યુનિલિવર (HUL), ભારતી એરટેલ, બજાજ ફિનસર્વ અને સન ફાર્મા સહિત લગભગ 350 શેરોએ સોમવારે, 23 સપ્ટેમ્બરે BSE પર ઇન્ટ્રાડે ટ્રેડમાં તેમની 52-સપ્તાહની નવી ટોચે પહોંચ્યા હતા. જેણે બેન્ચમાર્ક, સેન્સેક્સ અને નિફ્ટી 50 ને તેમની નવી રેકોર્ડ સપાટી સુધી પહોંચવામાં મદદ કરી.
સેન્સેક્સના 30 શેરોમાંથી 21 તેજી સાથે બંધ થયા અને 9 ઘટાડા સાથે ક્લોઝ થયા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 3.18 ટકા, એસબીઆઈ 2.35 ટકા, ભારતી એરટેલ 2.26 ટકા, એચયુએલ 1.54 ટકા, કોટક મહિન્દ્રા બેંક 1.49 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.42 ટકા, અદાણી પોર્ટ્સ 1.24 ટકા, ટાટા સ્ટીલ 1.22 ટકા, એનટીપીસી 1.03 ટકા, એચડીએફસી બેંક 0.98 ટકાના ઉછાળા સાથે બંધ થયા છે.
છેલ્લા 6 સત્રોમાંથી 5માં M&Mમાં વધારો જોવા મળ્યો છે. આ સ્ટોક રેકોર્ડ સ્તરે બંધ રહ્યો હતો. કેપેક્સ પ્લાનના સમાચારના આધારે વોડાફોન આઈડિયા, ઈન્ડસ ટાવર આજે તેજી સાથે બંધ થયા છે. ગ્લેનમાર્ક ફાર્મા આજે 4% ના વધારા સાથે બંધ થયો. ઔરંગાબાદ યુનિટ અંગે યુએસ એફડીએ તરફથી કોઈ વાંધો ન મળ્યા બાદ આ વધારો જોવા મળી રહ્યો છે. ફ્યુઝન માઈક્રો 10%ના નીચલા સર્કિટ પર બંધ થયો.
બ્રોકરેજ રિપોર્ટ પછી, અંબર એન્ટરપ્રાઇઝિસ આજે 15% ના વધારા સાથે બંધ થયો. સ્પોટ ગોલ્ડ નવી ઊંચાઈએ પહોંચ્યા બાદ કલ્યાણ જ્વેલર્સ, પીસી જ્વેલર્સ 5%ના વધારા સાથે બંધ થયા છે. બજારમાં મજબૂતી વચ્ચે આઈટી શેરોમાં અંડરપરફોર્મન્સ જોવા મળ્યું હતું. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયો હતો. સ્પાઈસજેટની 4 દિવસની નબળાઈને આજે કાબુમાં લેવામાં આવી છે. QIP વિગતો જાહેર થયા પછી, આ શેર 7% ના વધારા સાથે બંધ થયો.
આ પણ વાંચોઃ
તમારા શહેરની કઈ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડથી સારવાર થાય છે, ઘરે બેઠા આ રીતે જાણી શકો છો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
