Stock Market : ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઉછાળો, મિડ-સ્મોલ કેપ શેરમાં તેજી
સારા ગ્લોબલ સંકેતોના કારણે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે.
સારા ગ્લોબલ સંકેતોના કારણે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. બીએસઇ પર મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં એક ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. સપ્તાહના પાંચમા અને છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવાર (16 ઓગસ્ટ) આજે શેરબજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1000 પોઈન્ટના વધારા સાથે 80,000 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 274 પોઈન્ટ ઉછળીને 24,418 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.
નિફ્ટીના 50 શેરોમાંથી 43 વધી રહ્યા છે અને 7માં ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 28માં તેજી અને બે શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 850 પોઈન્ટથી વધુ વધીને 79,988ના સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટીમાં પણ શરૂઆતના કારોબારમાં લગભગ 250 પોઈન્ટનો વધારો થયો હતો.
રેલ વિકાસ નિગમ લિમિટેડના શેરમાં પણ પાંચ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. કંપનીના શેરમાં આ તેજી એવા સમયે આવી હતી જ્યારે તાજેતરમાં જ એમએસસીઆઇએ પોતાના ઇન્ડિયા ઇન્ડેક્સમાં આ શેરને સામેલ કરવાનો નિર્ણય લીધો હતો. એનએસઈના સેક્ટોરલ ઈન્ડેક્સ વિશે વાત કરીએ તો આઈટી સેક્ટરમાં સૌથી વધુ 2 ટકા ગ્રોથ જોવા મળી રહી છે. ઓટો, મીડિયા, રિયલ્ટી અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં પણ 1 ટકાથી વધુ વૃદ્ધિ જોવા મળી રહી છે.આ સિવાય બેન્ક, ફાઇનાન્સિયલ સર્વિસ, એફએમસીજી, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઇવેટ બેન્ક, મેટલ અને હેલ્થ કેર સહિતના તમામ ક્ષેત્રોમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે.
Indian markets open strong amid positive cues from global indices
— ANI Digital (@ani_digital) August 16, 2024
Read @ANI Story | https://t.co/JbmuV53ItV#Stockmarket #NSE #BSE #Shares pic.twitter.com/OBrIPRbcaV
શુક્રવારે 16 ઓગસ્ટે બજાર ખુલતાની સાથે જ BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 3.67 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં 3.67 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. 14 ઓગસ્ટે BSA લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 4,44,29,443.69 કરોડ હતું, જે 16 ઓગસ્ટે બજાર ખુલતાંની સાથે 4,47,97,106.64 કરોડે પહોંચ્યું હતું.
આ પણ વાંચોઃ
Gold Stocks: સોનાના ભાવમાં થયો ઘટાડો, આ 5 શેરોના ભાવ વધ્યા, 3 અઠવાડિયામાં ભાવ 30% વધ્યા