Share Market Closing: શેર બજારમાં ફ્લેટ ચાલ, સેન્સેક્સ 115 પૉઇન્ટ નીચે રહ્યો, નિફ્ટી પણ 19 પૉઇન્ટ ડાઉન
શેર માર્કેટ પર આજે ફરી એકવાર મંદીની અસર જોવા મળી, વૈશ્વિક દબાણના કારણે આજે સોમવારે ભારતીય શેર બજારોમાં તમામ સૂચકાંકો ડાઉન ખુલ્યા હતા,
Share Market Closing on 16th October 2023: શેર માર્કેટ પર આજે ફરી એકવાર મંદીની અસર જોવા મળી, વૈશ્વિક દબાણના કારણે આજે સોમવારે ભારતીય શેર બજારોમાં તમામ સૂચકાંકો ડાઉન ખુલ્યા હતા, અને આખા દિવસાના કારોબાર દરમિયાન પણ ડાઉન થઇને બંધ થયા હતા. માર્કેટમાં દિવસના અંતે બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ 0.17 ટકાના ઘટાડા સાથે 115.81 નીચે રહ્યો અને 66,166.93 ના સ્તર પર બંધ રહ્યો હતો, તો વળી, એનએસઇ નિફ્ટી પણ દિવસના અંતે ડાઉન રહ્યો, 0.10 ટકા ડાઉન સાથે 19.30 પૉઇન્ટ ઘટીને નિફ્ટી 9,731.75ના સ્તરે બંધ રહ્યો હતો.
આજે સવારે ખુલતા માર્કેટમાં પણ વૈશ્વિક બજારોમાં ઘટાડાનું દબાણ જોવા મળ્યુ હતુ, સ્થાનિક બજાર પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતુ કે શરૂઆતના કારોબારમાં આઈટી શેર સુધર્યા તો બીજીબાજુ કેટલાય મોટા શેરોમાં નુકસાનની જોવા મળી હતી.
અઠવાડિયાના પહેલા કારોબારી દિવસમાં ઘટાડો, મિડકેપ અને સ્મૉલ કેપ સ્ટૉક્સમાં તેજી યથાવત
સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે નિરાશાજનક રહ્યું છે. દિવસભર બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. જો કે આજે ફરી એકવાર મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં ખરીદી જોવા મળી છે. આજે બજાર બંધ સમયે BSE સેન્સેક્સ 116 પોઈન્ટ ઘટીને 66,167 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 20 પોઈન્ટના ઘટાડા સાથે 19,731 પોઈન્ટ પર બંધ થયો હતો.
સેક્ટૉરિયલ સ્થિતિ
આજના કારોબારમાં ઓટો, પીએસયુ બેન્ક, મેટલ્સ, એનર્જી, કોમોડિટી, ઓઈલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી છે. જ્યારે બેન્કિંગ, આઈટી, ફાર્મા, એફએમસીજી, રિયલ એસ્ટેટ અને મીડિયા સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા છે. પરંતુ આજે ફરીથી વેપારમાં મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં સુધારો જોવા મળ્યો છે અને બંને સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 13 શેર ઉછાળા સાથે અને 17 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાંથી 24 શૅર લાભ સાથે અને 26 ઘટાડા સાથે બંધ થયા હતા.
ઇન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | ટકાવારીમાં ફેરફાર |
BSE MidCap | 32,387.42 | 32,457.94 | 32,284.60 | 0.25% |
BSE Sensex | 66,166.93 | 66,342.75 | 66,039.38 | -0.17% |
BSE SmallCap | 38,316.11 | 38,421.89 | 38,244.39 | 0.34% |
India VIX | 11.07 | 11.15 | 9.15 | 4.26% |
NIFTY Midcap 100 | 40,590.65 | 40,687.60 | 40,443.55 | 0.21% |
NIFTY Smallcap 100 | 12,941.65 | 12,984.85 | 12,894.05 | 0.37% |
NIfty smallcap 50 | 5,973.25 | 5,996.85 | 5,956.00 | 0.29% |
Nifty 100 | 19,680.65 | 19,726.40 | 19,636.40 | -0.06% |
Nifty 200 | 10,559.55 | 10,583.35 | 10,534.05 | -0.02% |
Nifty 50 | 19,731.75 | 19,781.30 | 19,691.85 | -0.10% |
રોકાણકારોની સંપત્તિમાં વધારો
ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું પરંતુ રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો. આજના વેપારમાં, BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી વધીને રૂ. 322.20 લાખ કરોડ થઈ છે, જે ગયા ટ્રેડિંગ સેશનમાં રૂ. 321.91 લાખ કરોડ હતી. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 29,000 કરોડનો વધારો થયો છે.
વધતા -ઘટતા શેર
આજના કારોબારમાં JSW સ્ટીલ 1.80 ટકા, ટાટા સ્ટીલ 1.60 ટકાના વધારા સાથે, HCL ટેક 1.33 ટકા, એક્સિસ બેન્ક 1.24 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે નેસ્લે 1.86 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.17 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.14 ટકા, TCS 1.13 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.