શોધખોળ કરો

Share Market Closing: શેર બજારનું શાનદાર ક્લૉઝિંગ, સેન્સેક્સ 261 પૉઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 19,800ની ઉપર બંધ

શેરબજારમાં આજે મજબૂત ગતિ સાથે તેજી જોવા મળી છે, અને સ્થાનિક શેરબજારમાં જોરદાર કારોબારી દિવસના અંતે જોરદાર ઉછાળો નોંધાયો છે.

Share Market Closing on 17th October 2023: શેરબજારમાં આજે મજબૂત ગતિ સાથે તેજી જોવા મળી છે, અને સ્થાનિક શેરબજારમાં જોરદાર કારોબારી દિવસના અંતે જોરદાર ઉછાળો નોંધાયો છે. બેંક શેરોમાં જોરદાર ઉછાળાને કારણે શેરબજારને સપોર્ટ મળી રહ્યો છે અને આઈટી શેરોમાં પણ મજબૂતી જોવા મળી રહી છે. આજે બજારને રિલાયન્સ, એચડીએફસી બેંક જેવી હેવીવેઇટ્સની વૃદ્ધિ દ્વારા ટેકો મળ્યો છે. આજના કારોબારી દિવસના અંતે શેર બજારના બન્ને મુખ્ય સૂચકાંક અપ રહ્યાં હતા. દિવસના અંતે બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ 0.39 ટકાના ઉછાળા સાથે 261.16 પૉઇન્ટ વધીને 66,428.09ના સ્તરે બંધ રહ્યો હતો. આની સાથે એનએસઇ ઇન્ડેક્સ નિફ્ટી પણ અપ રહ્યો હતો, નિફ્ટી 0.4 ટકાના ઉછાળા સાથે 79.75 પૉઇન્ટ ઉછળ્યો અને 19,811.50ના સ્તરે બંધ રહ્યો હતો. આમ બન્ને મુખ્ય ઇન્ડેક્સમાં શાનદાર તેજી સાથે ઉછાળો જોવા મળ્યો હતો.

શેર બજાર માટે મંગળ રહ્યો આજનો દિવસ, બેન્કિંગ અને મિડકેપ શેરોમાં ખરીદદારી -
ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ ખૂબ જ શુભ સાબિત થયો છે. સોમવારે, એચડીએફસી બેંકના સારા ત્રિમાસિક પરિણામો અને સારા વૈશ્વિક સંકેતોને કારણે, દિવસભર ઝડપી વેપાર કર્યા પછી બજાર ગ્રીન કલરમાં ખુલ્યું અને રેડ કલરમાં બંધ થયું. જો કે છેલ્લા કલાકોમાં બજાર દિવસના ઉચ્ચ સ્તરથી થોડું નીચે સરકી ગયું હતું. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 261 પોઈન્ટના ઉછાળા સાથે 66,428 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 80 પોઈન્ટના ઉછાળા સાથે 19,811 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

ઇન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ટકાવારીમાં ફેરફાર
BSE Sensex 66,428.09 66,559.82 66,309.18 0.39%
BSE SmallCap 38,585.62 38,684.69 38,522.01 0.70%
India VIX 10.70 11.07 10.43 -3.39%
NIFTY Midcap 100 40,733.35 40,849.45 40,666.30 0.35%
NIFTY Smallcap 100 13,054.95 13,078.00 13,020.20 0.88%
NIfty smallcap 50 6,036.65 6,044.70 6,015.10 1.06%
Nifty 100 19,758.90 19,792.75 19,726.30 0.40%
Nifty 200 10,600.80 10,618.65 10,583.50 0.39%
Nifty 50 19,811.50 19,849.75 19,775.65 0.40%

સેક્ટૉરિયલ સ્થિતિ 
બેંકિંગ શેરોમાં ખરીદીના કારણે આજના કારોબારમાં ઉછાળો જોવા મળ્યો હતો. આ સિવાય એફએમસીજી, એનર્જી, કોમોડિટી, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ મેટલ્સ, ઓટો અને આઈટી સેક્ટરના શેરમાં તેજી સાથે બંધ થયા હતા. જ્યારે માત્ર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરો ઘટાડા સાથે બંધ થયા છે. આજના કારોબારમાં મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં ફરી એકવાર જોરદાર ખરીદારી જોવા મળી હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 23 શેર ઉછાળા સાથે અને 50 નિફ્ટી શેરોમાંથી 38 શેર ઉછાળા સાથે અને 12 ઘટાડા સાથે બંધ થયા હતા.

રોકાણકારોની સંપતિમાં વધારો
શેરબજારમાં આવેલી તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. આજના વેપારમાં, BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી વધીને રૂ. 323.80 લાખ કરોડ થઈ છે, જે અગાઉના સત્રમાં રૂ. 321.91 લાખ કરોડ હતી. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.89 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.

ચઢતા-ઉતરતા શેર
આજના વેપારમાં પાવર ગ્રીડ 1.97 ટકાના વધારા સાથે, કોટક મહિન્દ્રા 1.18 ટકાના વધારા સાથે, ટેક મહિન્દ્રા 1.15 ટકાના વધારા સાથે, ITC 1.06 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે ટાટા મોટર્સ 1.54 ટકા, લાર્સન 1.15 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 0.71 ટકા, ટીસીએસ 0.49 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 
ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 
પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  
પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  
Embed widget