શોધખોળ કરો

કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

silver price crash: વૈશ્વિક સ્તરે સોના-ચાંદીને હંમેશા સુરક્ષિત રોકાણ એટલે કે 'સેફ હેવન' (Safe Haven) માનવામાં આવે છે.

silver price crash: ભારતીય બુલિયન માર્કેટમાં (Bullion Market) સોમવારનો દિવસ રોકાણકારો માટે રોલર કોસ્ટર જેવો રહ્યો હતો. સવારે ચાંદીના ભાવ ₹2.54 Lakh ની ઐતિહાસિક સપાટીએ પહોંચીને નવી ટોચ બનાવી હતી, પરંતુ બપોર થતાં જ ચિત્ર બદલાઈ ગયું. માત્ર 1 કલાકના ટૂંકા ગાળામાં જ ચાંદીના ભાવમાં પ્રતિ કિલો ₹21,000 નું તોતિંગ ગાબડું પડતા રોકાણકારો (Investors) સ્તબ્ધ થઈ ગયા હતા. તોખાર તેજી પછી આવેલા આ અચાનક કડાકા પાછળના 6 મુખ્ય કારણો નીચે મુજબ છે.

1. યુદ્ધ વિરામની આશા અને 'સેફ હેવન' ડિમાન્ડમાં ઘટાડો

વૈશ્વિક સ્તરે સોના-ચાંદીને હંમેશા સુરક્ષિત રોકાણ એટલે કે 'સેફ હેવન' (Safe Haven) માનવામાં આવે છે. જ્યારે પણ યુદ્ધ જેવી સ્થિતિ હોય ત્યારે તેમાં રોકાણ વધે છે. પરંતુ તાજેતરમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકી વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War) અંગે સકારાત્મક વાતચીત થઈ હોવાના અહેવાલો આવ્યા છે. વિશ્વમાં શાંતિ સ્થપાવાની આશાને કારણે રોકાણકારોએ સોના-ચાંદીમાંથી પૈસા પાછા ખેંચીને શેરબજાર (Share Market) જેવા જોખમી વિકલ્પો તરફ વાળ્યા છે, જેનાથી માંગ ઘટી છે.

2. 150% રિટર્ન બાદ જબરદસ્ત પ્રોફિટ બુકિંગ

વર્તમાન વર્ષ ચાંદી માટે સુવર્ણકાળ સમાન રહ્યું છે, જેમાં રોકાણકારોને 150% થી વધુ વળતર (Returns) મળ્યું છે. જ્યારે ભાવ ₹2.54 Lakh ની રેકોર્ડ સપાટીએ પહોંચ્યા, ત્યારે મોટા ફંડ હાઉસ અને ટ્રેડર્સે નફો ઘરે લઈ જવા માટે મોટા પાયે વેચવાલી શરૂ કરી દીધી. આ આક્રમક 'પ્રોફિટ બુકિંગ' (Profit Booking) ભાવ તૂટવાનું મુખ્ય કારણ બન્યું.

3. CME દ્વારા માર્જિનમાં વધારો

આંતરરાષ્ટ્રીય સ્તરે શિકાગો મર્કેન્ટાઈલ એક્સચેન્જ (CME) એ ચાંદીના વાયદા કરારો (Futures Contracts) માટે માર્જિનની રકમમાં વધારો ઝીંક્યો છે. આનો સીધો અર્થ એ થયો કે હવે વેપારીઓએ પોતાની પોઝિશન ચાલુ રાખવા માટે વધારે રોકડ જમા કરાવવી પડશે. આ નિયમ કડક થવાને કારણે નાના અને મધ્યમ વર્ગના ટ્રેડર્સે પોતાની પોઝિશન કાપવી પડી, જેનાથી બજારમાં વેચવાલીનું દબાણ (Selling Pressure) વધ્યું.

4. ટેકનિકલ ચાર્ટ પર 'પેરાબોલિક' ઉછાળો

માર્કેટ એક્સપર્ટ્સના મતે, ચાંદીના ભાવમાં આવેલો ઉછાળો ટેકનિકલ ચાર્ટ પર એક સીધી ઊભી લીટી જેવો એટલે કે 'પેરાબોલિક' (Parabolic Rise) હતો. ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ કોઈપણ કોમોડિટી તેના 200 દિવસની મુવિંગ એવરેજથી ખૂબ ઉપર નીકળી જાય છે, ત્યારે તેમાં મોટો ઘટાડો આવવો નિશ્ચિત હોય છે. ટૂંકમાં, માર્કેટ 'ઓવરહિટેડ' થઈ ગયું હતું.

5. 1987 જેવી સ્થિતિ અને માર્કેટ કરેક્શન

ગયા શુક્રવારે ચાંદીમાં એકતરફી 10% નો ઉછાળો જોવા મળ્યો હતો, જેને નિષ્ણાતો 'બ્લો-ઓફ ટોપ' (Blow-off Top) તરીકે ઓળખાવે છે. આવી ઘટના છેલ્લી મોટી તેજીનો સંકેત હોય છે, જેની પાછળ મોટું માર્કેટ કરેક્શન (Market Correction) આવે છે. વર્ષ 1987 માં પણ આવું જ બન્યું હતું, જ્યારે 10% ની તેજી બાદ ભાવ સીધા 25% ગગડી ગયા હતા.

6. ડોલરની મજબૂતી અને બોન્ડ યીલ્ડ

વૈશ્વિક બજારમાં અમેરિકન કરન્સી ડોલર (US Dollar) મજબૂત થઈ રહ્યો છે અને બોન્ડ યીલ્ડમાં પણ સુધારો જોવા મળ્યો છે. અર્થશાસ્ત્રના નિયમ મુજબ, જ્યારે ડોલર મજબૂત થાય છે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદી મોંઘા બને છે, જેના કારણે તેની ખરીદી અને માંગમાં ઘટાડો થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
Embed widget