શોધખોળ કરો
Advertisement
દેશની આ દિગ્ગજ બેંકમાં મોટા પાયે VRSની તૈયારી, પરફોર્મન્સ આંકવા માટે બનાવ્યું મેટ્રિક્સ
મૂલ્યાંકનનો બીજા તબક્કામાં 58 વર્ષ બાદ થશે. તેના આધારે નક્કી થશે કે કર્મચારીને 60 વર્ષ સુધી વિસ્તરણ આપવું કે નહીં.
નવી દિલ્હીઃ એસબીઆઈ પોતાના સીનિયર અધિકારીઓના પરફોર્મન્સની કસોટી પર આંકવાની તૈયારી કરી રહી છે. બેંક પોતોના સીનિયર અધિકારીઓનો કાર્યકાળ વધારવા માટે બેંક ઈવોલ્યૂશન મેટ્રિક્સની મદદ લેશે. એટલે કે તેમના કામકાજની સમીક્ષાનું માપદંડ બનશે. તેના આધારે જ આગળ તેમની સેવાઓનું વિસ્તરણ કરવામાં આવશે. તેની સાથે જ બેંક હાલના કર્મચારીઓ માટે વીઆરએસ સ્કીમ પણ લઈને આવી રહી છે. બેંક વીઆરએસ પર સરાકર સાથે વાતચીત બાદ કોઈ નિયમ નક્કી કરવામાં આવશે. પરંતુ આ વાતનો એસબીાઈ કર્મચારી યૂનિયને આ નિર્ણયનો વિરોધ કર્યો છે.
પરફોર્મન્સ આંકવા માટે બનાવ્યું મેટ્રિક્સ
એસબીઆઈએ કહ્યું કે, અધિકારીઓને સેવા વિસ્તરણ આપવામાં તેમનું પરફોર્મન્સનું આકલન કરવા માટે એક પ્રભાવી અને નિષ્પક્ષ માપદંડ તૈયાર કરવામાં આવશે. અધિકારીઓને સેવા વિસ્તરણ આપવામાં પ્રથમ સ્ટેજનું મૂલ્યાંકન તેમની 30 વર્ષની સર્વિસ અથવા 55 વર્ષની ઉંમર સુધી સેવા જેવા માપદંડ બનાવવામાં આવી શકે છે. તેમાંથી જે પણ પ્રથમ આવશે તેના આધારે 58 વર્ષની સુધી સેવા વિસ્તરણ આપવામાં આવશે. એસબીઆઈના દેશભરમાં અઢી લાખ કર્મચારી છે.
વીઆરએસ પણ લઈ શકે છે કર્મચારી અને અધિકારી
મૂલ્યાંકનનો બીજા તબક્કામાં 58 વર્ષ બાદ થશે. તેના આધારે નક્કી થશે કે કર્મચારીને 60 વર્ષ સુધી વિસ્તરણ આપવું કે નહીં. ત્યારે કોઈ અધિકારીની ઉંમર 50 વર્ષ અથવા 25 વર્ષની નોકરી પૂરી કર્યા બાદ નિવૃત્તિ લઈ શકો છો. તેના માટે તેને ત્રણ મહિનાની નોટિસ અથવા એટલા જ મહિનાનો પગાર આપવાનો રહેશે. 20 વર્ષની સર્વિસ બાદ કોઈપણ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion