(Source: ECI/ABP News/ABP Majha)
Stock Market Closing: શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 300થી વધુ પોઈન્ટ તૂટ્યો
Stock Market Closing: આજે ફરી લાલ નિશાન સાથે બજાર બંધ થયું છે. સેન્સેક્સમાં 300થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. એશિયન પેઇન્ટ્સ,આઇટીસી,કોટક મહિન્દ્રા બેંક,બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ અને એપોલો હોસ્પિટલ્સ નિફ્ટીમાં ટોપ લૂઝર હતા.
Stock Market Closing: આજે ફરી લાલ નિશાન સાથે બજાર બંધ થયું છે. સેન્સેક્સમાં 300થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. એશિયન પેઇન્ટ્સ,આઇટીસી,કોટક મહિન્દ્રા બેંક,બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ અને એપોલો હોસ્પિટલ્સ નિફ્ટીમાં ટોપ લૂઝર હતા. જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝિસ, ઇન્ડસઇન્ડ બેન્ક, અદાણી પોર્ટ્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને ઓએનજીસી ટોચના નિફ્ટી ગેઇનર્સ હતા. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 307.63 પોઈન્ટ્સ અથવા 0.47 ટકાના ઘટાડા સાથે 65,688.18 પર બંધ થયો હતો. તો બીજી તરફ નિફ્ટી 89.45 પોઈન્ટ એટલે કે 0.46 ટકાના ઘટાડા સાથે 19543.10 ના સ્તર પર બંધ થયો હતો.
Sensex falls 307.63 points to settle at 65,688.18; Nifty declines 89.45 points to 19,543.10
— Press Trust of India (@PTI_News) August 10, 2023
સેક્ટરની સ્થિતિ
આજના કારોબારમાં બેંકિંગ શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આરબીઆઈએ બેંકો માટે વધારાના કેશ રિઝર્વ રેશિયો રાખવાની જોગવાઈ કરી છે, જેના કારણે બેંક નિફ્ટી 339 પોઈન્ટના ઘટાડા સાથે 44,541 પોઈન્ટ પર બંધ થયો છે. આ સિવાય ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, ઈન્ફ્રા, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા સેક્ટરના શેર પણ ઘટાડા સાથે બંધ થયા છે. જ્યારે માત્ર મીડિયા, એનર્જી, મેટલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર જ તેજી સાથે બંધ થયા હતા. આજના કારોબારમાં મિડ કેપ અને સ્મોલ કેપ શેરો પણ ઘટીને બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 11 વધ્યા અને 19 ઘટાડા સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 19 શેર વધીને અને 31 ઘટીને બંધ રહ્યા હતા.
રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો
આજના કારોબારમાં રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો જોવા મળ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 305.54 લાખ કરોડ થયું છે, જે અગાઉના સત્રમાં રૂ. 306.29 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. જેનો અર્થ છે કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 75,000 કરોડનો ઘટાડો થયો છે.
તેજીવાળા શેરો
આજના કારોબારમાં ઇન્ડસઇન્ડ બેન્ક 1.59 ટકા, JSW સ્ટીલ 0.88 ટકા, ટાઇટન કંપની 0.83 ટકા, પાવર ગ્રીડ 0.73 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.70 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે એશિયન પેઇન્ટ્સ 2.89 ટકા, કોટક મહિન્દ્રા 1.63 ટકા, ITC 1.56 ટકા, ભારતી એરટેલ 1.08 ટકા ઘટીને બંધ થયા હતા.
સેન્સેક્સમાં ઉતાર ચઢાવ
ટોપ ગેઈનર્સ
ટોપ લૂઝર્સ
સવારે કેવી રહી હતી શરુઆત
સાપ્તાહિક એક્સપાયરીના દિવસે બજારની શરૂઆત નબળી થઈ હતી. બજારના મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં ખુલ્યા હતા. BSE સેન્સેક્સ લગભગ 100 પોઈન્ટ ઘટીને 65,900ની સપાટીએ પહોંચી ગયો હતો. એ જ રીતે નિફ્ટી પણ 20 પોઈન્ટની નરમાઈ સાથે 19,600ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
બેન્કિંગ અને આઈટી શેરોમાં ઘટાડો નોંધાયો હતો
બજારની નરમાઈમાં બેન્કિંગ અને આઈટી સેક્ટર મોખરે છે. HCL TECH, Hero MotoCorp નિફ્ટીમાં ટોપ લુઝર છે. જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ અને ઓએનજીસીના શેર ટોપ ગેઇનર રહ્યા હતા.