(Source: ECI/ABP News/ABP Majha)
Stock Market Closing: શેરબજારમાં મંગળવારે માતમ; 843 પોઇન્ટનો કડાકો, રોકાણકારોના લાખો રૂપિયા સ્વાહા
Closing Bell: શેરબજારમાં સતત બીજા દિવસે મંદી જોવા મળી
Stock Market Closing: શેરબજારમાં સતત બીજા દિવસે મંદી જોવા મળી. મંગળવારે સેન્સેક્સ 843 પોઇન્ટના કડકા સાથે બંધ રહ્યો છે. નિફ્ટીમાં પણ 257 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 57147.32 અને નિફ્ટી 16983.55ની સપાટીએ બંધ થયા છે. તમામ સેકટર્સ રેડ ઝોનમાં બંધ થયા છે.
કેમ થયો ઘટાડો
ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ ઘણો અશુભ સાબિત થયો. યુરોપિયન શેરબજારોમાં ભારે ઘટાડા બાદ બપોર બાદ પ્રોફિટ બુકિંગને કારણે ભારતીય બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
સેક્ટરની સ્થિતિ
આજના ટ્રેડિંગ સેશનમાં તમામ સેક્ટરના શેર ઘટાડા સાથે બંધ થયા હતા. આઇટી, બેન્કિંગ, ઓટો, ફાર્મા, એનર્જી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, મીડિયા, એનર્જી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ એફએમસીજી જેવા સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો. સ્મોલ કેપ ઈન્ડેક્સ અને મિડ કેપ ઈન્ડેક્સ પણ ઘટાડા સાથે બંધ થયા છે. નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 3 શેર જ ઉછાળા સાથે બંધ થયા જ્યારે 47 શેર ઘટીને બંધ થયા. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 2 શેર જ લીલા નિશાનમાં બંધ થયા હતા, જ્યારે 28 શેર ઘટીને બંધ થયા હતા.
આજે આ શેરમાં આવ્યો ઉછાળો
આજે ઉછળેલા શેરો પર નજર કરીએ તો, બાટા ઈન્ડિયા 1.64 ટકા, એક્સિસ બેન્ક 1.12 ટકા, ફેડરલ બેન્ક 0.87 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ 0.85 ટકા, અલ્કેમ લેબ 0.76 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.63 ટકા, ICICI લોમ્બાર્ડ 0.53 ટકા ઊંચકાયા હતા.
આ શેર ગગડ્યાં
જો પ્રોફિટ-બુકિંગવાળા શેરો પર નજર કરીએ તો ઈન્ડસઈન્ડ બેન્ક 3.70 ટકા, નેસ્લે 3.13 ટકા, ટાટા સ્ટીલ 2.86 ટકા, ઈન્ફોસિસ 2.65 ટકા, ટેક મહિન્દ્રા 2.42 ટકા, ડૉ. રેડ્ડી 2.35 ટકા, ટાઇટન કંપની 2.22 ટકા, એચયુએલ 2.8 ટકા. મારુતિ સુઝુકી 2.07 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
રોકાણકારોના લાખો રૂપિયા સ્વાહા
આજના ઘટાડા બાદ રોકાણકારોના લાખો રૂપિયા ડૂબી ગયા છે. બે દિવસમાં રોકાણકારોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.