શોધખોળ કરો

રોકાણકારોની વેચવાલીથી સતત બીજા દિવસે શેરબજાર ઘટાડા સાથે રહ્યું બંધ, બે દિવસમાં 5 લાખ કરોડ સ્વાહા

Closing Bell: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું.

Stock Market Closing, 23rd June, 2023: સપ્તાહના અંતિમ અને સતત બીજા કારોબારી દિવસે રોકાણકારોની વેચવાલીથી ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. આજના ઘટાડા બાદ રોકાણકારોની સંપત્તિ ઘટીને 289.45 લાખ કરોડ થઈ છે. ગુરુવારે BSEનું માર્કેટ કેપ ઘટીને રૂ. 292.30 લાખ કરોડ થયું હતું, જે બુધવારે રૂ. 294.35 લાખ કરોડ હતું. છેલ્લા બે કારોબારી દિવસમાં રોકાણકારોના 5 લાખ કરોડ સ્વાહા થઈ ગયા છે.

આજે સેન્સેક્સ 259.52 પોઇન્ટ ઘટીને 62979.37 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 105.75 પોઇન્ટના ઘટાડા સાથે 18665.50 પોઇન્ટ પર બંધ રહી. લગભગ 1147 શેર વધ્યા, 2228 શેર ઘટ્યા અને 138 શેર યથાવત હતા નિફ્ટીમાં અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, બીપીસીએલ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ અને ડિવિસ લેબ્સ સૌથી વધુ ધોવાયા  હતા, જ્યારે ઈન્ડસઈન્ડ બેન્ક, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, ભારતી એરટેલ, એશિયન પેઇન્ટ્સ અને એનટીપીસીમાં વધારો થયો હતો. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો એક-એક ટકાથી વધુ તૂટ્યા છે.

બજાર કેમ ઘટાડા સાથે બંધ થયું

સપ્તાહના સતત બીજા અને છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર પ્રોફિટ બુકિંગના દબાણમાં ઘટાડા સાથે બંધ થયું હતું. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને આઈટી શેરો સહિત મિડ કેપ આઈટી શેરોમાં ઘટાડો થવાને કારણે બજાર ઘટ્યું હતું.

રોકાણકારોની વેચવાલીથી સતત બીજા દિવસે શેરબજાર ઘટાડા સાથે રહ્યું બંધ, બે દિવસમાં 5 લાખ કરોડ સ્વાહા

આજના કારોબારમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, આઈટી, બેન્કિંગ એનર્જી, ઓટો, મેટલ્સ, એફએમસીજી, ઈન્ફ્રા, મીડિયા અને રિયલ એસ્ટેટના શેરો પણ ઘટીને બંધ થયા છે. ઓઈલ અને ગેસ સેક્ટરના શેરો પણ ઘટીને બંધ થયા છે. માત્ર ફાર્મા શેરોમાં જ તેજી જોવા મળી છે. મિડ કેપ શેરોમાં સતત બીજા દિવસે મોટો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટીનો મિડ કેપ ઈન્ડેક્સ 435 પોઈન્ટના ઘટાડા સાથે 34,800 પર બંધ રહ્યો હતો. સ્મોલ કેપ ઈન્ડેક્સ પણ 126 પોઈન્ટ અથવા 1.17 ટકા ઘટીને બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 7 શેરો ઉછાળા સાથે અને 23 ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 10 શેરો તેજી સાથે અને 40 ઘટાડા સાથે બંધ થયા હતા.

આજે કેવી થઈ હતી શરૂઆત

આજે સવારે સેન્સેક્સ 141.82 પોઈન્ટ અથવા 0.22% ઘટીને 63,097.07 પર અને નિફ્ટી 50.10 પોઈન્ટ અથવા 0.27% ઘટીને 18,721.20 પર ખૂલ્યા હતા. એશિયન પેઈન્ટ્સ, આઈસીઆઈસીઆઈ બેંક, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, એલએન્ડટી અને જેએસડબલ્યુ સ્ટીલ નિફ્ટી પર ટોપ ગેઈનર્સ હતા, જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝ, ઓએનજીસી, અદાણી પોર્ટ્સ, બીપીસીએલ અને હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ ટોપ લુઝર્સ હતા.

રોકાણકારોની વેચવાલીથી સતત બીજા દિવસે શેરબજાર ઘટાડા સાથે રહ્યું બંધ, બે દિવસમાં 5 લાખ કરોડ સ્વાહા

રોકાણકારોને 3 લાખ કરોડનું નુકસાન

શેરબજારમાં સતત બીજા દિવસે મોટા ઘટાડાથી રોકાણકારોને ભારે નુકસાન થયું છે.  બજાર બંધ થતાં BSEનું માર્કેટ કેપ ઘટીને રૂ. 289.45 લાખ કરોડ થયું હતું, જે ગુરુવારે રૂ. 292.30 લાખ કરોડ હતું. આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં 2.85 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અને છેલ્લા બે દિવસના ડેટા પર નજર કરીએ તો બે દિવસમાં રોકાણકારોના 5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર બદલાવ ટકામાં
BSE Sensex 62,979.37 63,240.63 62,874.12 -0.41%
BSE SmallCap 31,991.18 32,392.91 31,902.03 -1.17%
India VIX 11.24 11.84 11.14 -2.71%
NIFTY Midcap 100 34,799.90 35,223.60 34,767.30 -1.24%
NIFTY Smallcap 100 10,624.10 10,759.55 10,582.65 -1.17%
NIfty smallcap 50 4,757.65 4,820.95 4,742.45 -1.17%
Nifty 100 18,595.75 18,710.05 18,580.95 -0.68%
Nifty 200 9,837.45 9,905.80 9,830.00 -0.76%
Nifty 50 18,665.50 18,756.40 18,647.10 -0.56%
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર, Bank Account માં 4 લોકોને બનાવી શકો છો નોમિની, જાણો વિગતો
બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર, Bank Account માં 4 લોકોને બનાવી શકો છો નોમિની, જાણો વિગતો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરો નિરંકુશHun To Bolish : હું તો બોલીશ : પ્રિ-સ્કૂલોને કેમ પડ્યો વાંધો?Valsad News: મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસોAnkleshwar Factory Blast: ધારાસભ્ય ચૈતર વસાવાના કંપનીના સત્તાધીશો પર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર, Bank Account માં 4 લોકોને બનાવી શકો છો નોમિની, જાણો વિગતો
બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર, Bank Account માં 4 લોકોને બનાવી શકો છો નોમિની, જાણો વિગતો
Pushpa 2 Collection Prediction: 'પુષ્પા 2' એ એડવાન્સ બુકિંગમાં કરી 55 કરોડની કમાણી, જાણો પ્રથમ દિવસે કેટલું હશે કલેક્શન 
Pushpa 2 Collection Prediction: 'પુષ્પા 2' એ એડવાન્સ બુકિંગમાં કરી 55 કરોડની કમાણી, જાણો પ્રથમ દિવસે કેટલું હશે કલેક્શન 
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
તમાકુ પર 35 ટકા GSTનું સૂચન, Google પર ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે Tobacco GST 
તમાકુ પર 35 ટકા GSTનું સૂચન, Google પર ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે Tobacco GST 
Virat Kohli: બીજી ટેસ્ટ પહેલા ઈજાગ્રસ્ત થયો કોહલી ? એડિલેડથી આવેલી તસવીરોએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન 
Virat Kohli: બીજી ટેસ્ટ પહેલા ઈજાગ્રસ્ત થયો કોહલી ? એડિલેડથી આવેલી તસવીરોએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન 
Embed widget