શોધખોળ કરો

Stock Market Closing: શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 173 પોઈન્ટનો ઉછાળો

Stock Market Closing-27th-september-2023: ભારતીય શેરબજાર માટે બુધવારનું ટ્રેડિંગ સત્ર ખૂબ જ શાનદાર રહ્યું છે. બજારમાં નીચલા સ્તરેથી મજબૂત રિકવરી જોવા મળી છે. દિવસ દરમિયાન બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો.

Stock Market Closing-27th-september-2023: ભારતીય શેરબજાર માટે બુધવારનું ટ્રેડિંગ સત્ર ખૂબ જ શાનદાર રહ્યું છે. બજારમાં નીચલા સ્તરેથી મજબૂત રિકવરી જોવા મળી છે. દિવસ દરમિયાન બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ રિલાયન્સ. ITC અને L&T સ્ટોકમાં ખરીદીને કારણે સેન્સેક્સમાં 600 પોઈન્ટની રિકવરી જોવા મળી હતી અને નિફ્ટીમાં 175 પોઈન્ટની રિકવરી જોવા મળી હતી. ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 173 પોઈન્ટના ઉછાળા સાથે 66,118 પોઈન્ટ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 52 પોઈન્ટના ઉછાળા સાથે 19,716 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

સેક્ટરની સ્થિતિ
આજના કારોબારમાં આઈટી, ફાર્મા, એફએમસીજી, એનર્જી, ઈન્ફ્રા, હેલ્થકેર સેક્ટરના શેરોમાં ખરીદારી જોવા મળી હતી. મિડકેપ શેરોમાં ખરીદીને કારણે નિફ્ટી મિડ કેપ ઈન્ડેક્સ 302 પોઈન્ટના ઉછાળા સાથે 40,640 પોઈન્ટ પર બંધ થયો હતો. સ્મોલ કેપ શેરોમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને ઈન્ડેક્સ 0.98 ટકાના વધારા સાથે બંધ થયો હતો. જો કે આજના કારોબારમાં બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસના શેરો ઘટાડા સાથે બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 21 શેર ઉછાળા સાથે અને 9 ઘટાડા સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાંથી 30 શૅર તેજી સાથે અને 20 ઘટાડા સાથે બંધ થયા હતા.

ઈન્ડેક્સનું નામ બંધ સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ફેરફાર ટકાવારીમાં
BSE Sensex 66,118.69 66,172.27 65,549.96 0.26%
BSE SmallCap 37,476.71 37,507.65 37,249.86 0.68%
India VIX 11.59 11.82 9.39 3.58%
NIFTY Midcap 100 40,640.80 40,678.40 40,311.40 0.75%
NIFTY Smallcap 100 12,675.50 12,685.65 12,554.00 0.98%
NIfty smallcap 50 5,860.90 5,865.25 5,791.10 1.06%
Nifty 100 19,654.95 19,668.00 19,498.45 0.25%
Nifty 200 10,549.85 10,557.15 10,469.00 0.33%
Nifty 50 19,716.45 19,730.70 19,554.00 0.26%

રોકાણકારોની સંપત્તિમાં વધારો
આજના કારોબારમાં બજારના ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 319.69 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. જે છેલ્લા વેપારમાં 318.28 લાખ કરોડ રૂપિયા હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.41 લાખ કરોડનો વધારો થયો હતો.

ટોપ ગેઈન

Stock Market Closing: શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 173 પોઈન્ટનો ઉછાળો

ટોપ લૂઝર્સ

Stock Market Closing: શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 173 પોઈન્ટનો ઉછાળો

સેન્સેક્સ વ્યૂ

Stock Market Closing: શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 173 પોઈન્ટનો ઉછાળો

મંગળવારે લાલ નિશાન સાથે બંધ થયું હતું બજાર

મંગળવારે બજારમાં ખાસ રોનક જોવા મળી ન હતી. શેર માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતોો, ભારે ઉઠાપટક બાદ સામાન્ય ઘટાડા સાથે શેર માર્કેટ બંધ થયુ હતુ. માર્કેટના બન્ને મુખ્ય ઇન્ડેક્સ નીચે રહ્યાં હતા, બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ 0.12 ટકાના ઘટાડા સાથે 78.22 પૉઇન્ટ ઘટ્યો અને 65,945.47 ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે એનએસઇ નિફ્ટી 0.05 ટકાના ઘટાડા અને 9.85 પૉઇન્ટના ઘટાડા સાથે 19,664.70ના સ્તરે બંધ રહ્યો હતો. આમ મંગળવારે દિવસના અંતે શેર બજારના બન્ને ઇન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા. 

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

ટોપ સ્ટોરી

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget