શોધખોળ કરો

Stock Market Closing: સ્ટૉક માર્કેટમાં તેજીનો માહોલ, સેન્સેક્સ 240 પૉઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 19,500ની ઉપર રહ્યો બંધ

સપ્તાહના પ્રથમ દિવસે જ શેર માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. આજે કારોબારી દિવસના અંતે સેન્સેક્સ અને નિફ્ટી બન્ને તેજી સાથે બંધ થયા હતા.

Stock Market Closing, 4th August 2023: સપ્તાહના પ્રથમ દિવસે જ શેર માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. આજે કારોબારી દિવસના અંતે સેન્સેક્સ અને નિફ્ટી બન્ને તેજી સાથે બંધ થયા હતા. બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ દિવસના અંતે આજે 0.37 ટકા અપ સાથે 240.98 પૉઇન્ટના ઉછાળા સાથે 65,628.14ના સ્તર પર બંધ રહ્યો હતો, તો વળી, એનએસઇ ઇન્ડેક્સ નિફ્ટી પણ અપ રહ્યું, આજે નિફ્ટી 0.48 ટકાના વધારા સાથે 93.50 પૉઇન્ટ ઉછળ્યો અને 19,528.80 ના સ્તરે બંધ રહ્યો હતો.

આઇટી અને બેન્કિંગ સ્ટૉક્સમાં ખરીદીના કારણે માર્કેટમાં તેજી -

સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. વૈશ્વિક સંકેતો, બેન્કિંગ અને આઈટી શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. આજે ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 241 પોઈન્ટના ઉછાળા સાથે 65,628 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી 93 પોઈન્ટના ઉછાળા સાથે 19,528 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

સેક્ટૉરિયલ સ્થિતિ -

આજના કારોબારમાં નિફ્ટીના આઈટી ઈન્ડેક્સમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટી આઈટી 650 પોઈન્ટ અથવા 2.06 ટકાના ઉછાળા સાથે 32,164 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આ સિવાય બેન્કિંગ, મેટલ્સ, એનર્જી, મીડિયા, ઓઇલ એન્ડ ગેસ, હેલ્થકેર અને સરકારી કંપનીઓના સૂચકાંકોમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી હતી. મિડ કેપ ઈન્ડેક્સ ફરી રેકોર્ડ હાઈ પર બંધ થયો છે. નિફ્ટીનો મિડ કેપ ઈન્ડેક્સ 385 પોઈન્ટ અથવા 0.98 ટકાના વધારા સાથે બંધ થયો હતો જ્યારે સ્મોલ કેપ ઈન્ડેક્સ 164 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 15 વધ્યા અને 15 નુકસાન સાથે બંધ થયા. નિફ્ટીના 50 શેરોમાંથી 31 વધ્યા અને 19 નુકસાન સાથે બંધ થયા.

શેર બજારમાં આ અઠવાડીયે કેવી રહેશે સ્થિતિ? આ બે સેક્ટરમાં આવી શકે છે તેજી

સ્થાનિક શેરબજારમાં લાંબા અંતર બાદ ફરી તેજી પાછી આવી છે. સતત 5 સપ્તાહના નુકસાન બાદ છેલ્લા સપ્તાહ દરમિયાન બજારમાં તેજી જોવા મળી હતી. તાજેતરમાં આર્થિક મોરચે સારા સમાચારને કારણે બજારને સપોર્ટ મળ્યો છે. નવા સપ્તાહ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ આર્થિક ડેટા પણ જાહેર થવાના છે. ચાલો જાણીએ 4 સપ્ટેમ્બરથી શરૂ થતું અઠવાડિયું બજાર માટે કેવું રહેશે.

5 અઠવાડિયા પછી માર્કેટ સુધર્યું
ગયા સપ્તાહની વાત કરીએ તો, બીએસઈના 30 શેરોવાળા સેન્સેક્સમાં 500.65 પોઈન્ટ અથવા 0.77 ટકાનો વધારો થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 169.5 પોઈન્ટ અથવા 0.87 ટકા વધ્યો હતો. તે પહેલાં, 25 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન, સેન્સેક્સ 62.15 પોઈન્ટ અથવા 0.09 ટકા અને નિફ્ટી 44.35 પોઈન્ટ અથવા 0.22 ટકા તૂટ્યો હતો. બજાર સતત 5 અઠવાડિયા સુધી ખોટમાં હતું.

આનાથી બજારની મૂવમેન્ટ નક્કી થશે
સતત 5 અઠવાડિયા સુધી નુકશાન અટકાવ્યા પછી, આ સપ્તાહે પણ બજાર મજબૂત રહેવાની ધારણા છે. સપ્તાહ દરમિયાન સર્વિસ સેક્ટરનો PMI ડેટા મંગળવારે આવશે. વૈશ્વિક સ્તરે અમેરિકાના બેરોજગારીના આંકડા અને ફેડરલ રિઝર્વના નાણાકીય વલણની બજાર પર અસર પડશે. છેલ્લા સપ્તાહ દરમિયાન, પ્રથમ ત્રિમાસિક ગાળાના સારા જીડીપી આંકડા અને ઓગસ્ટમાં જીએસટી કલેક્શનના આંકડાઓથી બજારને મદદ મળી હતી.

સ્થાનિક પરિબળોનો અભાવ છે
નવા સપ્તાહ દરમિયાન સ્થાનિક મોરચે બજારને અસર કરતી ઓછી ઘટનાઓ છે. આવી સ્થિતિમાં સપ્તાહ દરમિયાન વૈશ્વિક સંકેતોની વધુ અસર બજાર પર જોવા મળી શકે છે. રોકાણકારો સ્થાનિક પરિબળોની ગેરહાજરીમાં ક્રૂડ ઓઈલ અને ડોલરની વધઘટ પર વિશેષ ધ્યાન આપશે.

બજાર આ 2 ક્ષેત્રો પાસેથી અપેક્ષા 

IT અને PSU શેરો માટે છેલ્લું સપ્તાહ સારું સાબિત થયું. બજારના જાણકારોનું માનવું છે કે આ બંને સેક્ટર આગામી સપ્તાહમાં પણ સારો દેખાવ કરી શકે છે. જોકે, બજારની વર્તમાન સ્થિતિને જોતાં રોકાણકારોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

Disclaimer: અહીં આપેલી જાણકારી માત્ર માહિતી માટે છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com વતી નાણાંનું રોકાણ કરવાની અહીં ક્યારેય સલાહ આપવામાં આવતી નથી. તેથી હંમેશા રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ અવશ્ય લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Embed widget