(Source: ECI/ABP News/ABP Majha)
Stock Market Closing: દશેરા પહેલા શેરબજારમાં દિવાળી, સેન્સેક્સ 1200થી વધુ પોઇન્ટના વધારા સાથે બંધ, તમામ સેકટર્સમાં તેજી
Closing Bell: ભારતીય શેરબજારમાં આજે શાનદાર તેજી જોવા મળી. સેન્સેક્સ 1200થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો છે.
Stock Market Closing, 4th October 2022: ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ મંગળમય રહ્યો. શેરબજારમાં તેજીના કારણે દશેરા પહેલા જ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો. આજે ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 1200થી વધુ અને નિફ્ટી 350થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યા. સેન્સેક્સ ફરી 58 હજારને પાર અને નિફ્ટી 17 હજારને પાર થયા છે. તમામ સેકટર્સમાં તેજી જોવા મળી છે.
તમામ સેક્ટર્સ ગ્રીન ઝોનમાં
સેન્સેક્સ 1276.66 પોઇન્ટના વધારા સાથે 58065.47 અંક અને નિફ્ટી 389.95 પોઇન્ટના વધારા સાતે 17274.30 પોઇન્ટ પર બંધ થયા છે. શેરબજારમાં આવેલી તેજીના આ કારણે આજે તમામ સેક્ટર્સ ગ્રીન ઝોનમાં બંધ થયા છે. ઓટો, બેંક, મેટલ, આઈટી, પાવર અને રિયલ્ટી શેરમાં 2 થી 3 ટકાનો વધારો થયો છે.
આ શેર્સના વધ્યા ભાવ
બીએસઈની સાઈટ પ્રમાણે ANGELONEન શેર 12.5 ટકા વધારા સાતે 1532.80 રૂપિયા, APARINDSનો શેર 12.28 ટકાના વધારા સાથે 1444 રૂપિયા, M&MFINનો શેર 11.61 ટકા વધારા સાથે 200.40 રૂપિયા, VAKRANGEE નો શેર 9.28 ટકાના વધારા સાથે 38.85 રૂપિયા, APTECHTનો શેર 8.88 ટકાના વધારા સાથે 254.95 રૂપિયા પર બંધ થયા.
આજે આ શેરના ઘટ્યાં ભાવ
આજે ઘટનારા શેર પર નજર કરીએ તો EPLનો શેર 2.99 ટકા ઘટાડા સાથે 167 રૂપિયા SUVENPHARનો શેર 2.91 ટકા ઘટાડા સાથે 430 રૂપિયા, KIMSનો શેર 2.33 ટકા ઘટાડા સાથે 1468.85 રૂપિયા, BRIGADEનો શેર 2.26 ટકા ઘટાડા સાથે 506.45 રૂપિયા અને IIFLWAMનો શેર 2.25 ટકા ઘટાડા સાથે 1835 રૂપિયા પર બંધ થયા છે.
સેક્ટરની સ્થિતિ
ગઈકાલના મોટા ઘટાડા બાદ આજે શેરબજારે શાનદાર પુનરાગમન કર્યું હતું. અને આજના ટ્રેડિંગ સેશનમાં તમામ સેક્ટરના શેરો જોરદાર તેજી સાથે બંધ થયા હતા. બેન્ક નિફ્ટી 2.84 ટકા એટલે કે 1080 પોઈન્ટના વધારા સાથે બંધ થયો છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 2.87 ટકા, નિફ્ટી એફએમસીજી 1.86 ટકા વધીને બંધ થયા છે. ઓટો, મેટલ્સ, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરોમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં ખરીદારી જોવા મળી હતી. નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 48 શેર વધ્યા હતા અને 2 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 28 શેરોમાં ખરીદી હતી જ્યારે 2 શેર ઘટીને બંધ રહ્યા હતા.
Sensex surges 1,200 points on strong global cues
— ANI Digital (@ani_digital) October 4, 2022
Read @ANI Story | https://t.co/R79sz6985Y#Sensex #Nifty #BSE #SensexSurge pic.twitter.com/DQ8wyLBn2x