Stock Market Closing: સપ્તાહના અંતિમ દિવસે ફરી લાલ નિશાન સાથે બંધ થયું બજાર, સેન્સેક્સ 125 પોઈન્ટ તૂટ્યો
Stock Market Closing On 13 October 2023: આજે સપ્હાહના છેલ્લા દિવસે ફરી લાલ નિશાન સાથે બજાર બંધ થયું છે. સેન્સેક્સમાં 125 જેટલો કડાકો બોલ્યો છે.
Stock Market Closing On 13 October 2023: આજે સપ્હાહના છેલ્લા દિવસે ફરી લાલ નિશાન સાથે બજાર બંધ થયું છે. સેન્સેક્સમાં 125 જેટલો કડાકો બોલ્યો છે. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે બજાર ઘટાડા સાથે બંધ થયું. મિડકેપ ઈન્ડેક્સ સપાટ બંધ રહ્યો હતો. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ઓટો, રિયલ્ટી, એફએમસીજી શેરોમાં ખરીદારી જોવા મળી હતી જ્યારે ફાર્મા, પીએસઈ ઈન્ડેક્સમાં તેજી જોવા મળી હતી. PSU બેન્ક, IT, મેટલ શેરોમાં ઘટાડો નોંધાયો હતો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 125.65 પોઈન્ટ અથવા 0.19 ટકાના ઘટાડા સાથે 66,282.74 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 42.95 પોઈન્ટ અથવા 0.22 ટકાના ઘટાડા સાથે 19751.05 ના સ્તર પર બંધ થયો હતો.
કેવી રહી સેક્ટરની સ્થિતિ
આજના કારોબારમાં બેંકિંગ સેક્ટરના શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે નિફ્ટી બેંક 0.86 ટકા અથવા 383 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે. આઇટી શેરો, પીએસયુ બેંકો, ફાઇનાન્શિયલ સર્વિસ શેરો, મેટલ્સ, મીડિયા, ઓઇલ એન્ડ ગેસ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટર ઘટાડા સાથે બંધ થયા છે. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 14 શેર ઉછાળા સાથે અને 16 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 25 શેર ઉછાળા સાથે બંધ થયા હતા અને 25 ઘટડા સાથે બંધ થયા હતા.
ઈન્ડેક્સનું નામ | બંધ સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | ફેરફાર ટકાવારીમાં |
BSE Sensex | 66,282.74 | 66,478.90 | 65,895.41 | -0.19% |
BSE SmallCap | 38,184.83 | 38,323.92 | 38,098.26 | -0.04% |
India VIX | 10.62 | 11.03 | 10.40 | 0.00% |
NIFTY Midcap 100 | 40,506.15 | 40,641.85 | 40,348.80 | -0.12% |
NIFTY Smallcap 100 | 12,894.05 | 12,991.75 | 12,884.30 | -0.44% |
NIfty smallcap 50 | 5,956.10 | 6,007.35 | 5,949.60 | -0.46% |
Nifty 100 | 19,691.70 | 19,744.30 | 19,579.95 | -0.18% |
Nifty 200 | 10,561.30 | 10,589.30 | 10,505.30 | -0.18% |
Nifty 50 | 19,751.05 | 19,805.40 | 19,635.30 | -0.22% |
રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો
શેરબજાર ઘટાડા સાથે બંધ થવાને કારણે રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો જોવા મળ્યો છે. આજના વેપારમાં, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને રૂ. 321.91 લાખ કરોડ થયું છે, જે અગાઉના સત્રમાં રૂ. 322.08 લાખ કરોડે પહોંચ્યું હતું. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 17,000 કરોડનો ઘટાડો થયો છે. આજના ટ્રેડિંગમાં ટાટા મોટર્સ 4.76 ટકા, ઇન્ડસઇન્સ બેન્ક 2.60 ટકા, HCL ટેક 2.55 ટકા, નેસ્લે 2 ટકા, મારુતિ સુઝુકી 1.62 ટકા જ્યારે એક્સિસ બેન્ક 2.33 ટકા, ઇન્ફોસિસ 2.24 ટકા, SBI 1.71 ટકા, Wipro 1.71 ટકાના વધારા સાથે બંધ થયા છે. ટકા, JSW સ્ટીલ 1.30 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.
સેન્સેકસ વ્યૂ
ટોપ ગેઈનર્સ
ટોપ લૂઝર્સ
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial