Stock Market Closing: શેર બજાર ફરી ઉંધા માથે પટકાયું, સેન્સેક્સ 500 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને કરોડોનું નુકસાન
Stock Market Closing On 25 October 2023: ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધની અસર ભારતીય શેર બજાર પર પડતી જોવા મળી રહી છે. આજે ફરી બજાર લાલ નિશાન સાથે બંધ થયું છે.
Stock Market Closing On 25 October 2023: ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધની અસર ભારતીય શેર બજાર પર પડતી જોવા મળી રહી છે. આજે ફરી બજાર લાલ નિશાન સાથે બંધ થયું છે. માર્કેટમાં મંદીનો દોર યથાવત છે. સેન્સેક્સ- નિફ્ટી સતત 5માં દિવસે ઘટાડા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી લગભગ 4 મહિનાના સૌથી નીચા સ્તરે બંધ થયો છે. મેટલ સિવાય બીએસઈના તમામ સેક્ટર ઈન્ડેક્સ ઘટ્યા છે. આઈટી, રિયલ્ટી, ફાર્મા ઈન્ડાઈસિસમાં દબાણ જોવા મળ્યું હતું જ્યારે બેન્કિંગ, ઓટો, એનર્જી શેરોમાં વેચવાલી જોવા મળી હતી. મેટલ, પીએસયુ બેન્ક ઇન્ડેક્સ મામૂલી વધારા સાથે બંધ થયા છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 522.82 પોઈન્ટ અથવા 0.81 ટકાના ઘટાડા સાથે 64,049.06 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 159.60 પોઈન્ટ અથવા 0.83 ટકાના ઘટાડા સાથે 19,122.20 ના સ્તર પર બંધ થયો હતો.
Sensex tanks 522.82 points to settle at 64,049.06; Nifty falls 159.60 points to 19,122.15
— Press Trust of India (@PTI_News) October 25, 2023
આ સપ્તાહે સતત બીજા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ થયું છે. બેન્કિંગ, મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં ભારે વેચવાલીને કારણે ભારતીય શેરબજારમાં સતત છઠ્ઠા ટ્રેડિંગ સેશનમાં ઘટાડો નોંધાયો હતો. ઈઝરાયેલ-હમાસ યુદ્ધના કારણે બજારમાં અસ્થિરતા જોવા મળી રહી છે. જો કે સવારે બજાર લીલા નિશાન સાથે ખુલ્યું હતું, પરંતુ બપોરના વેપારમાં બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 522 પોઈન્ટ ઘટીને 64,049 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 160 પોઈન્ટના ઘટાડા સાથે 19,122 પોઈન્ટ પર બંધ થયો હતો.
શેરબજાર કેમ ઘટી રહ્યું છે?
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અટકે તેવી કોઈ શક્યતા નથી. આ યુદ્ધ પશ્ચિમ એશિયાના અન્ય દેશોમાં ફેલાઈ જવાનો ડર છે જેના કારણે શેરબજાર અસ્થિરતા જોવા મળી રહી છે. જો આમ થશે તો ક્રૂડ ઓઈલના ભાવ વધી શકે છે. તે જ સમયે, અમેરિકન ટ્રેઝરી બોન્ડ્સ પર યીલ્ડ 5 ટકાને વટાવી ગઈ છે. તેના કારણે પણ બજારમાં દબાણ છે. અમેરિકામાં વ્યાજદરમાં વધારો થવાની સંભાવના છે.
સેક્ટરની સ્થિતિ
આજના કારોબારમાં આઈટી, બેન્કિંગ, ફાર્મા, એફએમસીજી, એનર્જી, મીડિયા, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે માત્ર મેટલ સેક્ટરના શેર જ લીલા નિશાનમાં બંધ રહ્યા હતા. PSU બેન્કોના ઇન્ડેક્સમાં પણ વધારો જોવા મળ્યો હતો. જોકે, નિફ્ટી બેન્કિંગ ઈન્ડેક્સ 320 પોઈન્ટ ઘટીને 42,832 પર બંધ થયો છે. નિફ્ટી બેન્કના 12માંથી 8 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.
રોકાણકારોને રૂ. 2 લાખ કરોડનું નુકસાન
બજારમાં ઘટાડાને કારણે BSE માર્કેટ મૂડીમાં ફરી ઘટાડો થયો છે. આજે બજાર બંધ થતાં BSEનું માર્કેટ કેપ રૂ. 309.33 લાખ કરોડ થયું હતું જ્યારે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 311.30 લાખ કરોડ હતું એટલે કે આજના વેપારમાં રોકાણકારોને રૂ. 2 લાખ કરોડનું નુકસાન થયું છે.
સેન્સેક્સ વ્યૂ
ટોપ ગેઈનર્સ
ટોપ લૂઝર્સ