Stock Market Opening: સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શેરબજારની ફ્લેટ શરૂઆત, આ શેર્સ પર આજે રહેશે નજર
Stock Market: સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારની શુભ શરૂઆત થઈ છે.

Stock Market Opening, 20th February, 2023: સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શેરબજારની સારી શરૂઆત થઈ છે. નિફ્ટી અને સેન્સેક્સ વધારા સાથે ખૂલ્યા છે. આજે એયચુએલ. સિપ્સા. સનફાર્માના શેર્સ પર નજર રહેશે. SGX નિફ્ટીમાં પણ આજે વૃદ્ધિના સંકેતો હતા અને તેના આધારે બજારની મજબૂત શરૂઆત થઈ છે.
કેવી રીતે ખુલ્યું બજાર
આજની તેજીમાં, BSE સેન્સેક્સ 110.27 પોઈન્ટ્સ અથવા 0.18 ટકાના વધારા સાથે 61,112.84 પર ખુલ્યો અને NSE નિફ્ટી 21.35 પોઈન્ટ્સ અથવા 0.12 ટકાના વધારા સાથે 17,965.55 પર ખુલ્યો. બેન્ક નિફ્ટીમાં 41207ના લેવલ જોવા મળી રહ્યા છે અને તે પણ સારી સ્પીડ સાથે લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે.
સેન્સેક્સ-નિફ્ટીની શું સ્થિતિ છે
આજના કારોબારમાં બીએસઈના 30 શેરોવાળા ઈન્ડેક્સ સેન્સેક્સમાં સારી લીલોતરી જોવા મળી રહી છે. સેન્સેક્સના 30માંથી 18 શેરો ઉછાળો નોંધાવી રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 25 શેરોમાં લીલા નિશાન છે અને માત્ર 25 શેરો જ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
કયા સેક્ટરમાં આજે તેજી જોવા મળી રહી છે
સવારે 9.30 વાગ્યે નિફ્ટીના સેક્ટરલ ઇન્ડેક્સમાંથી માત્ર FMCGમાં જ બેન્ક, PSU બેન્ક અને ખાનગી બેન્કના શેરમાં તેજી જોવા મળી રહી છે. આ સિવાય ઓટો, મેટલ, મીડિયા, ફાર્મા, હેલ્થકેર ઈન્ડેક્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં ઘટાડા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે.
સેન્સેક્સના કયા શેરો વધ્યાં
આજે, પાવર ગ્રીડ સેન્સેક્સના શેરમાં 1 ટકાથી વધુના વધારા સાથે વેપાર કરી રહ્યા છે. એચસીએલ ટેક, ભારતી એરટેલ, એચયુએલ, આઈટીસી, ઈન્ફોસીસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એલએન્ડટી, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એનટીપીસી, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંકના શેર તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
સેન્સેક્સના કયા શેરો ઘટ્યાં
TCS, કોટક મહિન્દ્રા બેંક, સન ફાર્મા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટેક મહિન્દ્રા, SBI, મારુતિ, ટાઇટન, HDFC, નેસ્લે ઇન્ડસ્ટ્રીઝ, એશિયન પેઇન્ટ્સ, M&M, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, વિપ્રો, બજાજ ફાઇનાન્સ આજે ઘટ્યા.
આ પણ વાંચોઃ
Accident: ધંધુકા બગોદરા રોડ પર લોલીયા ગામ પાસે ST બસ અને ટ્રકનો અકસ્માત, એકનું મોત, 10થી વધુ ઘાયલ
Gujarat Heat Wave: રાજ્યના આ જિલ્લામાં આજથી બે દિવસ હિટવેવની આગાહી,
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
