Gujarat Heat Wave: રાજ્યના આ જિલ્લામાં આજથી બે દિવસ હિટવેવની આગાહી
Heat Wave: કચ્છમાં દિવસે આકરા તાપ અને રાત્રે આંશિક ઠંડક વચ્ચે હવામાન વિભાગે સોમવાર અને મંગળવારના રોજ જિલ્લાના અમુક વિસ્તારોમાં હીટ વેવની શક્યતા છે.
Gujarat Weather Update: રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો સતત ઉંચે જતાં કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. મહત્તમ તાપમાન પહોંચ્યું 39 ડિગ્રીને પાર પહોંચ્યું છે. રાજકોટનું મહત્તમ તાપમાન 39.8 પર પહોચ્યું છે. સુરેન્દ્રનગર નું મહત્તમ તાપમાન 39 ડિગ્રી તો અમરેલીનું મહત્તમ તાપમાન 39.4 ડિગ્રી છે. ભુજ નું મહત્તમ તાપમાન 38.8 ડિગ્રી અને અમદાવાદનું મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી તેમજ સુરતનું મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી પર પહોંચ્યું છે.
કચ્છમાં આજથી બે દિવસ હીટ વેવની આગાહી
કચ્છમાં દિવસે આકરા તાપ અને રાત્રે આંશિક ઠંડક વચ્ચે હવામાન વિભાગે સોમવાર અને મંગળવારના રોજ જિલ્લાના અમુક વિસ્તારોમાં હીટ વેવની શક્યતા દર્શાવી છે. કચ્છમાં બે દિવસ સોમવાર અને મંગળવારના દિવસે મહત્તમ તાપમાનનો પારો 37થી 39 ડિગ્રી વચ્ચે રહેવાની સાથે જિલ્લાના અમુક વિસ્તારોમાં હીટ વેવની પણ શક્યતા છે. જિલ્લામાં અનુક્રમે ભુજ અને કંડલા એરપોર્ટ સૌથી વધુ તપ્યા.
સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ
હવામાન વિભાગ પ્રમાણે અમદાવાદમાં તાપમાનમાં વધારો થવાના કારણે દિવસ દરમિયાન ગરમીમા વધારો થઈ ગયો છે. રાજ્યભરમાં દિવસે આકરી ગરમી દઝાડી રહી છે બીજી તરફ સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વીય ઠંડા પવનના લીધે અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં બેવડી ઋતુનો અનુભવ થાય છે.
માઉન્ટ આબુમાં પણ ગરમી વધી
માઉન્ટ આબુમાં દિવસ દરમિયાન તાપમાન વધી રહ્યું છે. માઉન્ટ આબુમાં હવે ઠંડીનું પ્રમાણ ઘટતા સહેલાણીઓનો ધસારો વધવા લાગ્યો છે. રજાના દિવસો દરમિયાન અહીં મોટી સંખ્યામાં સહેલાણીઓ જોવા મળી રહ્યા છે.
શિમલામાં ગરમીએ 8 વર્ષનો તોડ્યો રેકોર્ડ
દેશભરમાં કાળઝાળ ગરમીની થઈ શરુઆત થઈ ગઈ છે. શિમલામાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાતા ગરમીનો 8 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે.
રાજ્યમાં આજથી વિજ્ઞાન પ્રવાહની ધોરણ 12 સાયન્સ પ્રેક્ટીકલ પરીક્ષાનો પ્રારંભ, A અને B ગ્રુપ ના વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
રાજ્યમાં આજથી વિજ્ઞાન પ્રવાહની ધોરણ 12 સાયન્સ પ્રેક્ટીકલ પરીક્ષાનો પ્રારંભ થયો છે. 2 માર્ચ સુધી ચાલશે પ્રેક્ટીકલ પરીક્ષા લેવાશે. રાજ્યભરમાંથી 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ પ્રેક્ટીકલ પરીક્ષા આપી રહ્યાં છે.એ અને બી ગ્રુપના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. એ ગ્રુપના કેમેસ્ટ્રી અને ફિઝિક્સ જ્યારે બી ગ્રુપના વિદ્યાર્થીઓ કેમેસ્ટ્રી ફિઝિક્સ અને બાયોલોજીના પ્રેક્ટીકલ આપી રહ્યાં છે.
આ પણ વાંચોઃ
Stock Market Opening: સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શેરબજારની ફ્લેટ શરૂઆત, આ શેર્સ પર આજે રહેશે નજર
Accident: ધંધુકા બગોદરા રોડ પર લોલીયા ગામ પાસે ST બસ અને ટ્રકનો અકસ્માત, એકનું મોત, 10થી વધુ ઘાયલ