શોધખોળ કરો
Advertisement
રેકોર્ડ ઉંચાઈ પર સ્ટોક માર્કેટ, સેન્સેક્સ પ્રથમ વખત 44900ને પાર, નિફ્ટી 13170ની નજીક
મારુતિના સ્ટોકમાં આજે પણ તેજી જોવા મળી રહી છે. ઓએનજીસી પણ ટોપ ગેઇનર લિસ્ટમાં સામલે છે.
સામાન્ય વૈશ્વિક સંકેતોની વચ્ચે ઘર આંગણે સ્ટોક માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. કારોબારની શરૂઆતમાં જ સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ ઉંચાઈ પર ખુલ્યા હતા. આજે કારોબારમાં સેન્સેક્સ પ્રથમ વખત 44900ની સપાટીને પાર ગયો હતો. ત્યારે નિફ્ટી પણ 13150ની પાર ગયો છે. આજના કારોબારમાં મેટલ, બેંક અને ઓટો શેરોમાં ખરીદી જોવા મળી રહી છે. હાલમાં સેન્સેક્સ 200 પોઈનીટ તેજી સાથે 44800 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી પણ 60 પોઈન્ટની મજબૂતી સાથે 13180 પર ટ્રેડ થઈ રહ્યો છે.
મારુતિના સ્ટોકમાં આજે પણ તેજી જોવા મળી રહી છે. ઓએનજીસી પણ ટોપ ગેઇનર લિસ્ટમાં સામલે છે. જોકે એક્સિસ બેંક અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક સંકેતોની વાત કરીએ ડાઉ ફ્યૂચર્સ ફ્લેટ કારોબાર કરી રહ્યો છે. જોકે બુધવારે ડાઉન જોન્સમાં 60 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. આજે એશિયન બજારમાં મિક્સ્ડ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
ટોપ ગેનર્સ, ટોપ લૂઝર્સ
આજના કારોબારમાં સેન્સેક્સના 30માંથી 20 સ્ટોકમાં તેજી જોવા મળી રહી છે. મારુતિ, ઓએનજીસી, ટાટા સ્ટીલ, એચડીએફસી બેંક, ટેક મહિન્દ્રા, એલ એન્ટ ટી, એચસીએલ ટેક અને એસબીઆઈ ટોપ ગેઈનર્સમાં છે. જ્યારે એક્સિસ બેંક, બજાજ ઓટો, ઇન્ફોસિસ, ટીસીએસ, એરટેલ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટોપ લૂઝર્સમાં છે.
મેટલ શેરમાં ઉછાળો
આજે નિફ્ટીના મુખ્ય 11 ઇન્ડેક્સમાંથી તમામ 11 ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા છે. મેટલ ઇન્ડેક્સમાં 1 ટકાની તેજી છે. ઓટો ઇન્ડેક્સમાં અડધા ટકાનો સુધારો છે. બેંક અને ફાઇનાન્શિયલ ઇન્ડેક્સમાં પણ સુધારો છે. સરકારી બેંકોમાં સારી એવી ખરીદદારી જોવા મળી રહી છે. આઈટી, એફએમસીજી અને રિયલ્ટી ઇન્ડેક્સમાં પણ ઉછા સાથે કારોબાર થઈ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement