(Source: ECI/ABP News/ABP Majha)
Stock Market Today: શેરબજારમાં શાનદાર ઉછાળો, સેન્સેક્સ 500 પોઈન્ટ વધીને 52800 ઉપર, નિફ્ટી 15700ને પાર
બેન્ક નિફ્ટીમાં લગભગ 500 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને તે 1.50 ટકા વધીને 33633 પર ટ્રેડ થઈ રહ્યો છે.
Stock Market Today: આજે ભારતીય શેરબજારની શરૂઆત સારા ઉછાળા સાથે થઈ છે અને સેન્સેક્સ નિફ્ટીમાં સારો ઉછાળો જોવા મળી રહ્યો છે. ગઈકાલે બીજા ભાગમાં બજારમાં તેજી જોવા મળી હતી જે આજે પણ અકબંધ રહી છે. નિફ્ટીમાં મેટલ, બેંક અને ઓટો શેરોના ઓલરાઉન્ડ તેજીના મૂડને કારણે બજાર ઉપલી રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે.
કેવી રીતે ખુલ્યું બજાર
આજે બજારની શરૂઆતની મિનિટોમાં જ સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટ ઉછળ્યો છે અને 52800ના સ્તરને પાર કરી ગયો છે. સેન્સેક્સ 536.99 પોઈન્ટ અથવા 1.03 ટકાના વધારા સાથે 52,802.71 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી 50 158.90 પોઈન્ટ અથવા 1.02 ટકાના ઉછાળા સાથે 15,715.55 પર ટ્રેડ થઈ રહ્યો છે.
નિફ્ટીની ચાલ કેવી છે
આજની શાનદાર તેજીમાં નિફ્ટીના 50માંથી 50 શેરો વધારા સાથે લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. બેન્ક નિફ્ટીમાં લગભગ 500 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને તે 1.50 ટકા વધીને 33633 પર ટ્રેડ થઈ રહ્યો છે.
સેક્ટોરલ ઇન્ડેક્સ
સેક્ટોરલ ઈન્ડેક્સની વાત કરીએ તો આઈટી શેરોને બાદ કરતાં અન્ય તમામ સેક્ટરના શેરો તેજી સાથે લીલા નિશાન દર્શાવે છે. મેટલ શેર 1.66 ટકા અને ખાનગી બેન્કના શેર 1.65 ટકા ઉપર છે. મીડિયા શેરોમાં 1.6 ટકાથી વધુની જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે. બેન્કો અને એફએમસીજી 1.46 ટકા ઉપર રહ્યા હતા.
આજના વધનારા સ્ટોક
આજના વધતા શેરોની વાત કરીએ તો નિફ્ટીના તમામ 50 શેર મોમેન્ટમ સાથે ટ્રેડ કરી રહ્યા છે. ઇન્ડસઇન્ડ બેન્ક સૌથી વધુ 3.74 ટકા ઉપર છે. HUL 2.73 ટકાના ઉછાળા પર છે. બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝમાં 2.68 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આઇશર મોટર્સ 2.19 ટકા અને હીરો મોટોકોર્પ 2.09 ટકાની મજબૂતી સાથે ટ્રેડ કરી રહ્યાં છે.