(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ તપાસ અધિકારીને કરી અરજી
PI સંજય પાદરિયાએ તપાસ અધિકારી બી. જે. ચૌધરીને કરી અરજી. જેમાં તટસ્થ તપાસની કરી માગ. PI પાદરિયા પર આરોપ છે સરદારધામના ઉપપ્રમુખ જયંતીભાઈ પાદરિયાની હત્યાનો પ્રયાસ કર્યાનો. એવામાં PI પાદરિયાએ અરજી કરીને માગ કરી કે, જયંતીભાઈ સરધારાને પહોંચેલી ઈજા મામલે ડૉક્ટરનો અભિપ્રાય લેવામાં આવે. સાથે જ માગ કરી કે, શ્યામ પાર્ટી પ્લોટમાં કુલ 64 CCTV કેમેરા લાગેલા છે. તે તમામને ચકાસવામાં આવે. તો PI પાદરિયાના બચાવમાં આગળ આવ્યા છે ખોડલધામના પ્રવક્તા હસમુખભાઈ લુણાગરિયા અને પાટીદાર આગેવાન પરસોત્તમભાઈ પીપળીયા. હસમુખભાઈ લુણગારિયાનું કહેવું છે કે, CCTVમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, સૌ પહેલા કોણે હુમલો કર્યો. તો પરસોત્તમભાઈ પીપળીયાનું કહેવું છે કે, PI પાદરિયાને હેરાન કરવા માટે ફરિયાદ નોંધવામાં આવી છે..ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી અને ભાજપ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા. જેમણે જયંતીભાઈ સરધારા પર હુમલાની ઘટનાને વખોડી. રમેશભાઈ ટીલાળાના મતે, ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ અને સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સૂતરિયા આવી બાબતમાં હોઈ જ ન શકે. રમેશભાઈ ટીલાળાનું કહેવું હતું કે, તેમણે સરદારધામના અગ્રણીઓ સાથે પણ વાત કરી છે.