શોધખોળ કરો
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
EPS contribution hike news: EPFO સભ્યોને શ્રમ મંત્રાલય તરફથી ટૂંક સમયમાં મોટી ભેટ મળી શકે છે. શ્રમ મંત્રાલય ઉચ્ચ પેન્શન માટે EPFOના સભ્યોને વધુ યોગદાનની મંજૂરી આપી શકે છે.
EPFO higher pension contribution: આ માટે મંત્રાલય એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ 1995 (EPS 95)માં સુધારા પર વિચાર કરી રહ્યું છે.
1/5

હાલમાં, EPFO સભ્યોના પગાર (મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થા)ના 12 ટકા EPF ખાતામાં જાય છે. 12 ટકા એમ્પ્લોયરના યોગદાનમાંથી, 8.33 ટકા EPS 95માં જાય છે, જ્યારે બાકીના 3.67 ટકા EPF ખાતામાં જમા થાય છે.
2/5

એક સૂત્રએ જણાવ્યું હતું કે જો સભ્યો તેમના EPS 95 ખાતામાં વધુ યોગદાન આપે છે, તો તેમને વધુ પેન્શન મળશે. તેથી, મંત્રાલય EPSમાં ઊંચા યોગદાનને મંજૂરી આપવાના વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે.
Published at : 28 Nov 2024 10:12 PM (IST)
આગળ જુઓ





















