Stock Market Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 550થી વધુ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 15700ની નીચે
શેરબજારમાં આજે ઓલ રાઉન્ડ વેચવાલી જોવા મળી રહી છે. નિફ્ટી પર બેન્ક અને નાણાકીય સૂચકાંકો 1 ટકા નબળા પડ્યા છે. આઈટી ઈન્ડેક્સમાં પણ લગભગ 1 ટકાની નબળાઈ જોવા મળી રહી છે.
Stock Market Today: ભારતીય શેરબજારમાં આજે જોરદાર ઘટાડા સાથે શરૂઆત થઈ છે. રૂપિયાના ઐતિહાસિક ઘટાડાને કારણે અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીથી સ્થાનિક શેરબજારમાં કડાકો બોલી ગયો છે. બેન્કિંગ, આઈટી, મેટલ્સ શેરોમાં જબરદસ્ત ઘટાડો શેરબજારને નીચે ખેંચી ગયો અને આજે સેન્સેક્સ-નિફ્ટી 1-1 ટકાના મોટા ઘટાડા સાથે ખુલ્યા છે.
શેરબજાર કેવી રીતે ખુલ્યું
આજના કારોબારમાં, BSE 30-શેરનો સૂચકાંક સેન્સેક્સ 554.30 પોઈન્ટ્સ અથવા 1.04 ટકાના ઘટાડા સાથે 52,623.15 પર ખૂલ્યો હતો અને NSE 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી 148.50 પોઈન્ટ અથવા 0 ટકાના ઘટાડા સાથે 15,701 પર ખૂલ્યો હતો.
પ્રી-ઓપનિંગમાં બજાર કેવું હતું
આજના પ્રી-ઓપનિંગમાં શેરબજારમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. NSEનો નિફ્ટી 148.50 પોઈન્ટ અથવા 0.94 ટકાના ઘટાડા સાથે 15,701 પર ટ્રેડ કરી રહ્યો હતો. તે જ સમયે, BSE ઈન્ડેક્સ સેન્સેક્સ 607.20 પોઈન્ટ્સ અથવા 1.14 ટકા ઘટીને 52572.74 ના સ્તર પર હતો.
નિફ્ટીની ચાલ કેવી છે
નિફ્ટીના 50માંથી 50 શેરો આજે ઘટાડાનાં લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યાં છે અને બજાર ઓલ રાઉન્ડ રેડ માર્કમાં કવર થઈ ગયું છે. આજે શરૂઆતના કારોબારમાં નિફ્ટી 15687 સુધી નીચી સપાટીએ ગયો હતો. બીજી તરફ બેન્ક નિફ્ટીની વાત કરીએ તો તે 403.20 પોઈન્ટ અથવા 1.20 ટકાના ઘટાડા સાથે 33,239 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. બેન્ક નિફ્ટીના તમામ 12 શેર આજે ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
શેરબજારમાં આજે ઓલ રાઉન્ડ વેચવાલી જોવા મળી રહી છે. નિફ્ટી પર બેન્ક અને નાણાકીય સૂચકાંકો 1 ટકા નબળા પડ્યા છે. આઈટી ઈન્ડેક્સમાં પણ લગભગ 1 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. એફએમસીજી, મેટલ અને રિયલ્ટી ઈન્ડેક્સ પણ લગભગ 1 ટકા જેટલા નબળા પડ્યા છે. ઓટો, ફાર્મા સહિતના અન્ય સૂચકાંકો પણ લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે.
હાલમાં સેન્સેક્સમાં 525 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે 52,652ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ નિફ્ટી 143 પોઈન્ટના ઘટાડા સાથે 15707ના સ્તરે છે.
હેવીવેઈટ શેરોમાં વેચવાલી થઈ રહી છે. સેન્સેક્સ 30ના તમામ 30 શેરો લાલ નિશાનમાં છે. આજના ટોપ લુઝર્સમાં INDUSINDBK, HUL, WIPRO, BAJFINANCE, TITAN અને TECHM નો સમાવેશ થાય છે.