4 મહિના બાદ શેર બજારમાં રોનક, સેનસેક્સમાં 900 પોઈન્ટનો ઉછાળો, IT શેરમાં તેજી
સોમવારે સ્થાનિક શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યું હતું. સતત છઠ્ઠા સત્રમાં કારોબારમાં તેજી જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન બેંકિંગ અને આઈટી કંપનીઓના શેરમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો.

Share Market: સોમવારે સ્થાનિક શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યું હતું. સતત છઠ્ઠા સત્રમાં કારોબારમાં તેજી જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન બેંકિંગ અને આઈટી કંપનીઓના શેરમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો. બજારમાં રોકાણકારોમાં એવી આશા વધી રહી છે કે ભારતીય શેર માટે સારા દિવસો આવવાના છે.
સવારે 11:01 વાગ્યે, BSE સેન્સેક્સ 919 પોઈન્ટ અથવા 1.19 ટકા વધીને 77,823 પર હતો, જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ 264 પોઈન્ટ અથવા 1.13 ટકાના વધારા સાથે 23,615ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. શેરબજારમાં આવેલી આ તેજીને કારણે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ મૂડી 4.63 લાખ કરોડ રૂપિયા વધીને 417.93 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
વિદેશી રોકાણકારો પુષ્કળ નાણાં લાવી રહ્યા છે
શુક્રવારે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)એ રોકડ બજારમાં રૂ. 7,500 કરોડના શેર ખરીદ્યા હતા. છેલ્લા ચાર મહિનામાં એક જ દિવસમાં આ સૌથી મોટું રોકાણ હતું. સપ્ટેમ્બર 2024 ના અંતથી, વિદેશી રોકાણકારો શેરબજારમાં સતત વેચાણ કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન, વિદેશી રોકાણકારોએ ભારતીય શેરોમાંથી આશરે $29 બિલિયન પાછા ખેંચી લીધા હતા.
શેરબજાર શા માટે પરત આવી રોનક ?
હવે સવાલ એ થાય છે કે ભારતીય શેરબજારમાં અચાનક આવેલા આ ઉછાળા પાછળનું કારણ શું છે? ધ મિન્ટના અહેવાલ મુજબ, શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે ગયા અઠવાડિયે યુએસ ફેડની બેઠક બાદ આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં ઘટાડો, સ્થાનિક અને વિદેશી રોકાણકારો દ્વારા ખરીદી, ભારતીય અર્થતંત્રની મજબૂતાઈ અંગે મોર્ગન સ્ટેનલીના અંદાજની શક્યતા વચ્ચે શેરબજારમાં તેજી આવી છે.
ધ મિન્ટ સાથે વાત કરતા, પ્રોફિટમાર્ટ સિક્યોરિટીઝના રિસર્ચ હેડ અવિનાશ ગોરખકરે જણાવ્યું હતું કે, આર્થિક રિકવરીના સંકેતો હવે દેખાઈ રહ્યા છે. વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચ આગામી બે નાણાકીય વર્ષ - FY26 અને FY27માં મૂડી ખર્ચમાં વધારો થવાની અપેક્ષા રાખે છે. તેમણે કહ્યું કે દેશની જીડીપી 2024 ના બીજા ક્વાર્ટરમાં ઘટીને 5.4 ટકા થઈ ગઈ હતી, જ્યારે નાણાકીય વર્ષ 2024-2025ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ 6.2 ટકા હતી. હવે 2025 ના ચોથા ક્વાર્ટરમાં પણ વધુ સારા પરિણામોની આગાહી કરવામાં આવી રહી છે. શેરબજારમાં તેજી પાછળ આ પણ એક મોટું કારણ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
