Stock Market Update: બજેટના બીજા દિવસે પણ શેરબજારમાં તેજી યથાવત, સેન્સેક્સ નિફ્ટી જોરદાર ઉછાળા સાથે ખુલ્યા
સેન્સેક્સના 30 શેરોમાંથી 24 શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. તે જ સમયે, 6 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
Stock Market Update: બજેટના એક દિવસ બાદ ભારતીય શેરબજાર જોરદાર તેજી સાથે ખુલ્યા છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 430 પોઈન્ટ વધીને 59,293 પોઈન્ટની સપાટીએ ખુલ્યો છે અને ફરી એક વખત 59,000ની સપાટી વટાવી ગયો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 130 પોઈન્ટના વધારા સાથે 17706 પર ખુલ્યો હતો.
માર્કેટમાં આઈટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સિવાય તમામ સેક્ટરના શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી રહી છે. સ્મોલ કેપ મિડ કેપ શેરોમાં પણ તેજી છે. બેન્કિંગ, ઓટો, ફાર્મા એફએમસીજી સર્વિસ સેક્ટરના શેરમાં ખરીદારી જોવા મળી રહી છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 24 શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. તે જ સમયે, 6 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સૌથી વધુ ફાયદો પાવર ગ્રીડના શેરમાં છે, જે 2.09 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. તે જ સમયે, સૌથી મોટો ઘટાડો ટેક મહિન્દ્રાના શેરમાં જોવા મળી રહ્યો છે, જે 3.64 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.
વધતા સ્ટોક
ITCના શેરો 2.33 ટકા, બજાજ ફિનસર્વ 2.04 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 1.96 ટકા, બજાજ ફાઇનાન્સ 1.95 ટકા, AXIC બેન્ક 1.70 ટકા, ભારતી એરટેલ 1.09 ટકા, HDFC બેન્ક 1.03 ટકા ટ્રેડ કરી રહ્યાં છે.
ઘટનાના સ્ટોક
ટેક મહિન્દ્રા 3.08 ટકા, ટાટા સ્ટીલ 0.34 ટકા, સન ફાર્મા 0.01 ટકા, અદાણી પોર્ટ્સ 0.24 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.15 ટકા અને બ્રિટાનિયા 1.06 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યાં છે.
165 સ્ટોક અપર સર્કિટમાં
સેન્સેક્સના 165 શેર અપર સર્કિટમાં છે અને 180 લોઅર સર્કિટમાં છે. આનો અર્થ એ છે કે તેમની કિંમત એક દિવસમાં ચોક્કસ મર્યાદા કરતાં વધુ વધઘટ કરી શકતી નથી. લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 269.21 લાખ કરોડ છે. ગઈકાલે તે રૂ. 267.48 લાખ કરોડ હતો.