Air India-Vistara Merger: એર ઇન્ડિયા- વિસ્તારાના વિલયને મળી મંજૂરી, વિલય બાદ સિંગાપોર એરલાઇન્સની થશે 25.1 ટકા ભાગીદારી
એર ઈન્ડિયા અને વિસ્તારા એરલાઈન્સ એકબીજા સાથે મર્જ કરવામાં આવશે
Air India-Vistara Merger: એર ઈન્ડિયા અને વિસ્તારા એરલાઈન્સ એકબીજા સાથે મર્જ કરવામાં આવશે. વિસ્તારા એરલાઇન્સમાં ભાગીદાર સિંગાપોર એરલાઇન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે મર્જરને મંજૂરી આપી છે. સિંગાપોર એરલાઇન્સના બોર્ડના આ નિર્ણયથી ટાટા જૂથને મોટી રાહત મળી છે. કારણ કે ટાટા તેની ચાર એરલાઈન્સ બ્રાન્ડને એર ઈન્ડિયા લિમિટેડમાં મર્જ કરવા માંગે છે.
Tata Group announces merger of Air India and Vistara by March 2024
— ANI Digital (@ani_digital) November 29, 2022
Read @ANI Story | https://t.co/r6uOnm7txS#TataGroup #AirIndia #Vistara #Airlines #Merger pic.twitter.com/XpIgCPuqj2
એર ઈન્ડિયા અને વિસ્તારા એરલાઈન્સના વિલીનીકરણ અંગે માહિતી આપતા સિંગાપોર એરલાઈન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેના બોર્ડે મર્જરને મંજૂરી આપી દીધી છે. ઉપરાંત, ડીલ મુજબ એર ઈન્ડિયા સાથે ટાટા સન્સ સાથે વિસ્તારાના સંયુક્ત સાહસના મર્જર પછી સિંગાપોર એરલાઈન્સ પાસે એર ઈન્ડિયાના નવા સ્વરૂપમાં 25.1 ટકા હિસ્સો હશે. હાલમાં સિંગાપોર એરલાઇન્સની ટાટા સિંગાપોર એરલાઇન્સમાં 49 ટકા હિસ્સો ધરાવે છે. મર્જરને નિયમનકારી મંજૂરી મળ્યા બાદ સિંગાપોર એરલાઇન્સ એર ઇન્ડિયામાં 250 મિલિયન એટલે કે રૂ. 2000 કરોડનું રોકાણ કરશે. સિંગાપોર એરલાઇન્સ અને ટાટા વચ્ચે 2022-23 અને 2023-24માં એર ઇન્ડિયાના ગ્રોથ ઓપરેશન માટે ભંડોળ પૂરું પાડવા માટે વધારાના મૂડી રોકાણ અંગે પણ કરાર થયો છે.
ટાટા સન્સ એર ઈન્ડિયા સાથે વિસ્તારાના મર્જર દ્વારા ઉડ્ડયન ક્ષેત્રમાં મોટું સામ્રાજ્ય સ્થાપિત કરવા માંગે છે. વિલીનીકરણના નિર્ણય બાદ એર ઈન્ડિયા દેશમાં એરક્રાફ્ટની સંખ્યા અને બજાર હિસ્સાની દ્રષ્ટિએ બીજી સૌથી મોટી એરલાઈન બની જશે.
જાન્યુઆરી 2022માં ટાટાએ ભારત સરકાર પાસેથી એર ઈન્ડિયાને હસ્તગત કરી હતી. એર ઈન્ડિયાના અધિગ્રહણ પહેલા ટાટા પાસે વિસ્તારા અને એર એશિયા નામથી કાર્યરત બે એરલાઈન બ્રાન્ડ્સ પહેલેથી જ હતી. એર ઈન્ડિયાના અધિગ્રહણ બાદ ટાટાને એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ બ્રાન્ડ્સ પણ મળી છે. ટાટાએ કહ્યું છે કે તે એર એશિયાને સંપૂર્ણપણે ખરીદશે અને તેને ઓછી કિંમતના કેરિયર તરીકે એર ઈન્ડિયા એક્સપ્રેસ સાથે મર્જ કરશે. એટલે કે ટાટા તમામ એરલાઈન્સને એર ઈન્ડિયા બ્રાન્ડના નામથી જ ઓપરેટ કરશે