TCS Salary Hike: નવા વર્ષમાં TCSએ પોતાના કર્મચારીઓને આપી પગાર વધારાની ગિફ્ટ, વધશે 70% સુધી સેલેરી
કંપની કર્મચારીઓના વેતનમાં 20 થી 70 ટકા સુધીની વૃદ્ધિ કરવાની છે. આની સાથે જ કંપની પોતાના 100 ટકા કર્મચારીઓની સેલેરીમાં ફેરફાર કરવા જઇ રહી છે.
TCS Salary Hike: વર્ષ 2022 હવે પુરુ થઇ ગયુ છે, આવામાં નવા વર્ષની શરૂઆત પહેલા ટાટા કન્સલટન્સી સર્વિસીઝ (Tata Consultancy Services) ને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. છેલ્લા કેટલાય દિવોસથી કેટલાય મીડિયા રિપોર્ટ્સે એ દાવો કર્યો છે કે, ટીસીએસ (TCS)એ પોતાના કર્મચારીઓને તગડી સેલેરી આપવામાં ફેંસલો કર્યો છે.
કંપની કર્મચારીઓના વેતનમાં 20 થી 70 ટકા સુધીની વૃદ્ધિ કરવાની છે. આની સાથે જ કંપની પોતાના 100 ટકા કર્મચારીઓની સેલેરીમાં ફેરફાર કરવા જઇ રહી છે. આ વધારો નવા વર્ષથી લાગુ થઇ જશે. આની સાથે જ એ દાવો કરવામાં આવી રહ્યો હતો કે, આ વધારાનો ફાયદો ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ (Tata Consultancy Services Salary Hike)ના 4 લાખથી વધુ કર્મચારીઓને મળશે.
TCSએ પગારા અંગે કરી આ વાત -
હવે કંપનીએ એ ખબરોનું ખંડન કરતા નિવેદન જાહેર કરીને આ ખબર પુરેપુરી રીતે ખોટી છે, અને આમાં બિલકુલ સચ્ચાઇ નથી, હાલમાં કંપનીએ આ પ્રકારનો કોઇ વેતન વધારા (Salary Hike)નુ એલન નથી કર્યુ. આની સાથે જ કંપનીએ પોતાના શેર હૉલ્ડર્સ અને કર્મચારીઓને આવા કોઇપણ પ્રકારના દાવા પર ધ્યાન ના આપવાની સલાહ આપી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ટીસીએસે એ બતાવ્યુ છે કે, કંપનીનું quarter પ્રૉફિટ પહેલીવાર 10,431 કરોડ પર પહોંચ્યુ છે. આવામાં કંપનીના શાનદાર પ્રદર્શન બાદ એવો કયાસ લગાવામાં આવી રહ્યો હતો, કે તે જલદી પોતાના કર્મચારીઓને મોટી ગિફ્ટ આપી શકે છે.
TCS Fresher Addition: TCS એ ફ્રેશર્સને ન કર્યા નિરાશ, છેલ્લા છ મહિનામાં કંપનીએ 35,000 ને નોકરી આપી
TCS Fresher Addition: દેશની અગ્રણી IT TCS એ તેના ક્ષેત્રની અન્ય IT કંપનીઓની જેમ વિદ્યાર્થીઓ અને યુવાનોને નિરાશ કર્યા નથી, જેમને કંપનીએ નોકરી આપવા માટે નોકરીની ઓફર કરી હતી. TCS તરફથી બીજા ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરતા, તેણે જણાવ્યું હતું કે કંપનીએ 2022-23ના પ્રથમ છ મહિનામાં 35,000 ફ્રેશર્સને હાયર કર્યા છે, જેમાંથી 20,000 ફ્રેશર બીજા ક્વાર્ટર દરમિયાન કંપનીમાં જોડાયા છે. કંપની ચાલુ નાણાકીય વર્ષમાં 10,000 થી 12,000 વધુ ફ્રેશર્સને રોજગારી આપી શકે છે.
હકીકતમાં, તાજેતરમાં મીડિયામાં અહેવાલ આવ્યો હતો કે વિપ્રો, ઇન્ફોસિસ અને ટેક મહિન્દ્રા જેવી અગ્રણી IT કંપનીઓ દ્વારા જે વિદ્યાર્થીઓને ઑફર લેટર્સ આપવામાં આવ્યા હતા, તેમને પહેલા તો તેમના જોડાવામાં 3 થી 4 મહિનાનો સમય લાગ્યો હતો અને બાદમાં તેમને આપવામાં આવેલી ઑફર રદ કરી હતી. આ વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુના ઘણા રાઉન્ડ અને સખત પસંદગી પ્રક્રિયા પછી ઓફર લેટર્સ આપવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં કંપનીઓએ આ વિદ્યાર્થીઓને આપવામાં આવેલ ઓફર લેટર ફગાવી દીધા હતા.
જો કે, ટીસીએસ દ્વારા જેમને ઓફર લેટર આપવામાં આવ્યા હતા તેઓને નોકરી પર રાખવામાં આવ્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર, જે નોકરીઓ ઓફર કરવામાં આવી હતી તે તમામ પૂર્ણ થઈ ગઈ છે. કંપનીના ચીફ એચઆર ઓફિસર મિલિંદ લક્કરે જણાવ્યું હતું કે TCS એ તમામ જોબ ઑફર્સનું વચન પૂરું કર્યું છે. કંપનીએ અગાઉ ચાલુ નાણાકીય વર્ષમાં 40,000 ફ્રેશર્સની ભરતી કરવાની જાહેરાત કરી હતી. જેમાંથી 35,000ની ભરતી કરવામાં આવી છે અને વધુ 10 થી 12000ની ભરતી કરવામાં આવશે. ગયા વર્ષે કંપનીએ 1 લાખ ફ્રેશર્સને હાયર કર્યા હતા. TCSની કુલ કર્મચારીઓની સંખ્યા વધીને 6,16,171 થઈ ગઈ છે.