Same Day Cheque Clearing: આ દિવસથી ત્રણ કલાકમાં ક્લિયર થશે ચેક, RBIની નવી સિસ્ટમથી ગ્રાહકોને મોટી રાહત
બેન્ક ગ્રાહકો માટે આ એક સારા સમાચાર છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ની નવી માર્ગદર્શિકા અનુસાર, 3 જાન્યુઆરી, 2026થી શરૂ થતાં કાઉન્ટર પર જમા કરાયેલા ચેક ફક્ત ત્રણ કલાકમાં ક્લિયર થશે

Same Day Cheque Clearing: બેન્ક ગ્રાહકો માટે આ એક સારા સમાચાર છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ની નવી માર્ગદર્શિકા અનુસાર, 3 જાન્યુઆરી, 2026થી શરૂ થતાં કાઉન્ટર પર જમા કરાયેલા ચેક ફક્ત ત્રણ કલાકમાં ક્લિયર થશે. વાસ્તવમાં રિઝર્વ બેન્ક બે તબક્કામાં ચેક ક્લિયરન્સ લાગુ કરી રહી છે. 4 ઓક્ટોબરથી શરૂ થયેલા પ્રથમ તબક્કામાં એક જ દિવસમાં ચેક ક્લિયર થશે. આનો અર્થ એ છે કે સવારે જમા કરાયેલા ચેક સાંજ સુધીમાં ક્લિયર થશે. RBI દ્વારા આ પગલાનો હેતુ ક્લિયરિંગ સમયમર્યાદા ઘટાડીને ગ્રાહકોની સુવિધામાં સુધારો કરવાનો છે.
હવે, નિયમો વધુ કડક છે.
3 જાન્યુઆરી, 2026 થી ચેક જમા થયા પછી તે Drawee Bankને મોકલવામાં આવશે, એટલે કે, તે બેન્ક જે બેન્કનો તમારો ચેક છે અથવા જેના ખાતામાંથી પૈસા કાપવાના છે. બેન્કે નિર્ધારિત સમયમર્યાદામાં જવાબ આપવો પડશે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ સવારે 11 વાગ્યાથી બપોરે 12 વાગ્યાની વચ્ચે ચેક જમા કરાવે છે તો બેન્કે તેમને બપોરે 3 વાગ્યા સુધીમાં જાણ કરવી પડશે. છેલ્લે ચેક પાસ થયો છે કે ફેલ ગયો છે. ઉદાહરણ તરીકે, જો ચેકમાં ખોટી તારીખ, સહી અથવા એકાઉન્ટ નંબર હોય, તો તે નકારવામાં આવશે. જો બેન્ક નિર્ધારિત સમયમર્યાદામાં જવાબ નહીં આપે તો ચેક આપમેળે પાસ અને સેટલ થયો માનવામાં આવશે.
બે તબક્કા વચ્ચે શું તફાવત છે?
હાલમાં 4 ઓક્ટોબરથી શરૂ થતા પહેલા તબક્કા હેઠળ સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ચેક ક્લિયરિંગ હાઉસમાં સતત મોકલવામાં આવી રહ્યા છે. બેન્કોએ ખાતરી કરવી પડશે કે ચેક પાસ થયા છે અથવા સાંજે 7 વાગ્યા સુધીમાં પરત કરવામાં આવ્યા છે. બીજા તબક્કામાં નિયમો વધુ કડક બનશે, જેમાં બેન્કોને ચેક જમા થયાના ત્રણ કલાક પછી પુષ્ટી કરવાની જરૂર પડશે. ઉદાહરણ તરીકે, જો કોઈ ગ્રાહક સવારે 11 વાગ્યાથી બપોરે 12 વાગ્યાની વચ્ચે ચેક જમા કરાવે છે, તો બેન્કે બપોરે 3 વાગ્યા સુધીમાં બેન્કને જાણ કરવી પડશે કે ચેક પાસ થયો છે કે નહીં. જો બેન્ક સમયસર માહિતી આપવામાં નિષ્ફળ જાય તો ચેક આપમેળે પાસ અને સેટલ થયો માનવામાં આવશે નિયમો અનુસાર.
ચેક કેવી રીતે ક્લિયર થાય છે?
સામાન્ય રીતે ચેક સવારે 10:00 થી સાંજે 4:00 વાગ્યાની વચ્ચે બેન્કમાં જમા કરવામાં આવે છે.
બેન્ક તેને સ્કેન કરે છે અને પછી ડિજિટલી તેને ક્લિયરિંગ હાઉસમાં ફોરવર્ડ કરે છે.
ત્યારબાદ Drawee Bank અથવા પેમેન્ટ આપનાર બેન્કે ક્લિયરિંગ હાઉસમાંથી મળેલ ચેક પાસ અથવા ફેઈલ કરવો આવશ્યક છે.
જો બેન્ક નિર્ધારિત સમયની અંદર જવાબ આપવામાં નિષ્ફળ જાય તો ચેક માન્ય ગણવામાં આવે છે અને સેટલમેન્ટ પ્રક્રિયા શરૂ થાય છે.
સેટલમેન્ટના એક કલાકની અંદર ફંડ ખાતામાં જમા થઈ જાય છે.





















