શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Investment in Gold: સોનામાં આ ચાર રીતે કરો રોકાણ, જાણો કેટલો લાગશે ટેક્સ
ગોલ્ડ જ્વેલરી, બાર અથવા સિસ્કામાં રોકાણ કરવું એ સોનામાં રોકાણની સૌથી જૂની અને પરંપરાગત રીત છે.
સોનું હંમેશા લોકોને આકર્ષિત કરે છે. લોકો સોનાના આભૂષણ ખરીદવા જ નહીં પણ તેમાં રોકાણ કરવાનું પણ પસંદ કરે છે. સોનામાં કરવામાં આવેલ રોકાણ ખરાબ મસયમાં કામ આવે છે. આજે અમે તમને સોનામાં રોકાણ કરવાની અલગ અલગ રીત વિશે જણાવીશું અને તેમાં ટેક્સનો નિયમ શું છે તેના વિશે જાણો.
ફિઝિકલ ગોલ્ડ
ગોલ્ડ જ્વેલરી, બાર અથવા સિસ્કામાં રોકાણ કરવું એ સોનામાં રોકાણની સૌથી જૂની અને પરંપરાગત રીત છે. ફિઝિકલ ગોલ્ડની ખરીદી પર 3 ટકા જીએસટી લાગે છે.
ટેક્સ
- તમે કોટલા સમય સુધી સોનું તમારી પાસે રાખો છો. ટેક્સની રકમ તેના પર આધાર રાખે છે.
- સોનું ખરીદીની તારીખથી ત્રણ વર્ષની અંદર સોનું વેચવા પર જે પણ નફો થાય તેના પર શોર્ટ ટર્મ કેપિટલ ટેક્સ લાગે છે.
- ત્રણ વર્ષ બાદ સોનું વેચવા પર મળેલ નફા પર લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ માનવામાં આવે છે. તેના પર 20 ટકા ટેક્સ આપવો પડશે. સાથે જ ઇન્ડેક્સેશન બેનિફિટ્સની સાથે 4 ટકા સેસ અને સરચાર્જ પણ લાગશે.
- ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ) તમારી મૂડીને ફિઝિકલ ગોલ્ડમાં રોકાણ કરે છે.
- સોનાની કિંમત પ્રમાણે તેમાં વધઘટ રહ્યા કરે છે. તેના પર ફિઝિકલ ગોલ્ડની જેમ ટેક્સ લાગે છે.
- આરબીઆઈ, સોવરિન ગોલ્ડ બોન્ડ સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે.
- રોકાણકારોને દર વર્ષે 2.5 ટકા વ્યાજ મળે છે.
- વ્યાજ કરદાતાની આવક સાથે જોડવામાં આવે છે. તેના પર ટેક્સ લાગે છે.
- સોવરિન ગોલ્ડ બોન્ડ ખરીદવાના 8 વર્ષ પૂરા થયા બાદ મળનારી રકમ ટેક્સ ફ્રી હોય છે.
- જો 8 વર્ષ પહેલા રોકાણ પાછું ખેચવામાં આવે તો વળતર પર અલગ અલગ ટેક્સ રેટ લાગે છે.]
- સોવરિન ગોલ્ડ બોન્ડનો લોક ઇન પીરિયન સામાન્ય રીતે 5 વર્ષનો છે.
- ડિજિટલ ગોલ્ડનું ચલણ ધીરે ધીરે વધી રહ્યું છે.
- ડિજિટલ ગોલ્ડના વેચાણના મામલે લોંગ ટર્મ કેપિટલ ગેન્સ ફિઝિકલ ગોલ્ડ અથવા ગોલ્ડ ઈટીએફની જેમ જ ટેક્સ લાગે છે. એટલે કે 20 ટકા ટેક્સ પ્લસ સેસ અને સરચાર્જ લાગે છે.
- ડિજિટલ ગોલ્ડ 3 વર્ષથી ઓછા ગાળ સુધી ગ્રાહકની પાસે રહે તેના વેચાણથી મળનારા નફા પર સીધી રીતે ટેક્સ નથી લાગતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion