શોધખોળ કરો
Advertisement
આજથી બદલાઈ ગયા આ નિયમો, જાણો તમારા પર શું પડશે અસર
માર્ચ મહિનાની શરૂઆત થવાની સાથે જ કેટલાક નિયમો બદલાઈ ગયા છે.
નવી દિલ્હીઃ માર્ચ મહિનાની શરૂઆત થવાની સાથે જ કેટલાક નિયમો બદલાઈ ગયા છે. બેંકિંગથી લઈ અનેક નિયમો બદલાઈ જવાના કારણે મોટી અસર પડી શકે છે.
1) એચડીએફસી બેંકની જૂની એપ બંધ થઈ ગઈ છે. જો તમે જૂની એપ દ્વારા કામ કરવા માંગતા હશો તો નહીં થઈ શકે. આ માટે તમારે એપ અપડેટ કરવી પડશે. નવી એપ પહેલા કરતાં સિક્યોર અને ફીચર્સથી લેસ હોવાનો બેંકનો દાવો છે. નવી એપ ગૂગલ પ્લે સ્ટોરમાંથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે.
2) ઈન્ડિયન બેંકે તેના એટીએમમાંથી 2000 રૂપિયાની નોટની કેસેટ હટાવી દીધી છે. પરિણામે આજથી આ બેંકના એટીએમમાંથી 2000 રૂપિયાની નોટ નહીં નીકળે. બેંકે થોડા દિવસ પહેલા પરિપત્ર બહાર પાડીને આ અંગેની જાણ કરી હતી.
3) જે SBIના બેંક ખાતેદારોએ KYC નહીં કર્યુ હોય તેમનું ખાતું બેંક દ્વારા બ્લોક કરી દેવામાં આવી શકે છે. બેંકના એલર્ટ પર આજથી આવા ખાતેદારો તેમના એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શન નહીં કરી શકે.
4) આજથી લોટરી પર 28 ટકા જીએસટી લાગશે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી અને માન્યતા પ્રાપ્ત લોટરી પર 28 ટકા જીએસટી લગાવવાનો ફેંસલો લેવાયો હતો.
5) નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા 29 ફેબ્રુઆરી સુધી ફાસ્ટેગ ફ્રીમાં આપવાનો ફેંસલો લેવાયો હતો. આ ડેડલાઈન પણ આજથી ખતમ થઈ ગઈ છે. હવે ફાસ્ટેગ લેવા માટે ચાર્જ ચુકવવો પડશે.
ભારતમાં થયેલા ભવ્ય સ્વાગતથી ડોનાલ્ડ ટ્રમ્પ થયા ગદગદિત, અમેરિકાની સભામાં PM મોદીને લઈ આ કહી મોટી વાત
1 એપ્રિલથી મોંઘા થઈ જશે વોડાફોન આઈડિયાના પ્લાન, ગ્રાહકોને લાગશે મોટો ઝટકો
માર્ચ મહિનામાં સતત 8 દિવસ સુધી બેંકો રહેશે બંધ, જલદી ખતમ કરી લો તમારા કામ
આ સ્ટાર ક્રિકેટરના લગ્નમાં થઈ બબાલ, ચોરોએ ફોનની ચોરી કરીને પરિવારજનોને ફટકાર્યા ને પછી.....
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion