શોધખોળ કરો
Advertisement
આ દિવાળીમાં મારુતિની કાર પર મળી રહ્યું છે બંપર ડિસ્કાઉન્ટ, જાણો શું છે ઓફર્સ
Nissan પણ પોતાની મિડ સાઈઝ કિક્સ BS6 SUV પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે.
આ દિવાળીમાં જો તમે નવી કાર લેવાનું વિચારો છો તો તમારી પાસે સારી તક છે. આ ફેસ્ટિવ સીઝનમાં મારુતિ સુઝુકી પોતાની કાર પર શાનદાર ઓફર આપી રહી છે. આ ઓફરનો લાભ લઈને તમે સારી એવી બચત કરી શકો છો. આવો જાણીએ મારુતિ પોતાની કઈ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ આપી રહી છે.
એસ પ્રેસોઃ જો તમે દિવાળી પર મારુતિની આ કાર ખરીદવાનું વિચારો છો તો તમને ફાયદો થઈ શકે છે. કંપની આ કાર પર 46000 રૂપિયાનો લાભ આપી રહી છે જેમાં 20,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 20,000 રૂપિયા એક્સચેન્જ બોનસ અને 6000 રૂપિયા સુધીનો કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપી રહી છે.
મારુતિ સિયાઝઃ આ કાર પર કંપની 51,000 રૂપિયા સુધીનો લાભ આપી રહી છે. તેમાં 10,000 રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ, 20,000 રૂપિયા એક્સચેન્જ બોનસ, 11,000 રૂપિયા કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને 10,000 રૂપિયા સુધી એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
વિટારા બ્રેઝાઃ આ કાર પર કંપની 46,000 રૂપિયા સુધીનો લાભ આપી રહી છે. તેમાં 20,000 રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ, 20,000 રૂપિયા એક્સચેન્જ બોનસ, 6,000 રૂપિયા કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપી રહી છે.
મારુતિ સ્વિફ્ટઃ આ કાર પર કંપની 46,000 રૂપિયા સુધીનો લાભ આપી રહી છે. તેમાં 20,000 રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ, 20,000 રૂપિયા એક્સચેન્જ બોનસ, 6,000 રૂપિયા કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપી રહી છે.
એસ ક્રોસઃ આ કાર પર કંપની 51,000 રૂપિયા સુધીનો લાભ આપી રહી છે. તેમાં 10,000 રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ, 20,000 રૂપિયા એક્સચેન્જ બોનસ, 11,000 રૂપિયા કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપી રહી છે અને 10,000 રૂપિયાનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે.
Nissan પણ આપી રહી છે ડિસ્કાઉન્ટ
Nissan પણ પોતાની મિડ સાઈઝ કિક્સ BS6 SUV પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. કંપની 55,000 રૂપિયા સુધીનો ફેસ્ટિવ બોનસ આપી રહી છે. એટલે ગ્રાહકો હવે નિશાન વિક્સ SUVની ઓફરની સાથે ઓછી કિંમતમાં ખરીદી શકે છે. જણાવીએ કે આ ઓફર માત્ર કિક્સ BS6 SUV પર જ આપી રહી છે અને આ ઓફર માત્ર 15 નવેમ્બર 2020 સુધીની જ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
દેશ
દેશ
Advertisement