Gold, Silver price: સોનું 49 હજાર તો ચાંદી 71 હજારની અંદર, આવનારા દિવસોમાં તેજીની શક્યતા
વિતેલા સપ્તાહે સોના ચાંદીની કિંમતમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. વિતેલ સપ્તાહે સોનું 76 રૂપિયા સસ્તું થઈને 48578 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું.
આજે સોના અને ચાંદીની કિંમતમાં ફરી ઘટાડો જોવા મળ્યો છે. MCX પર આજે બપોરે 1 કલાક સુધીમાં સોનું 192 રૂપિયાના ઘટાડા સાથે 48802 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યુ છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો 622 રૂપિયા સસ્તી થઈને 70917 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે. જોકે ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ અનુસાર આજે ગોલ્ડ બજારમાં સોનું મોંઘું થયું ચે.
ગોલ્ડ માર્કેટમાં ચમક્ય સોના-ચાંદી
MCX પર ભલે આજે સોના ચાંદીમાં મંદી સાથેના વેપાર થઈ રહ્યા હોય પરંતુ ગોલ્ડ બજારમાં તેની ચકમ વધી છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ અનુસાર આજે સોનું 182 રૂપિયા મોંગું થઈને 48760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો તે 493 રૂપિયા મોંઘી થઈને 70660 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.
વિતેલા સપ્તાહે આવ્યો ઘટાડો
વિતેલા સપ્તાહે સોના ચાંદીની કિંમતમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. વિતેલ સપ્તાહે સોનું 76 રૂપિયા સસ્તું થઈને 48578 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. 28 મેના રોજ ગોલ્ડ માર્કેટમાં સોનું 48650 રૂપિયા પર હતું. જ્યારે ચાંદીની કિંમત પણ હજાર રૂપિયાથી વધારે ઘટી હતી.
વૈશ્વિક બજારમાં પણ સોનામાં ઘટાડો
સોમવારે ડોલરમાં તેજીની સાથે સોનાની કિંમત પણ ઘટી હતી. વૈશ્વિક બજારમાં પણ સોનું 1884 અમેરિકન ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયું છે. જોકે નિષ્ણાંતોનું કહેવું છે કે આવનારા દિવસોમાં સોનું વધીને 2000 ડોલરને પાર કરી શકે છે.
આવનારા મહિનામાં 48થી 50 ગજારની વચ્ચે સોનું રહેવાની ધારણા
નિષ્ણાંતોનું કહેવું છે કે, કોરોનાનો કહેર ઓછો થતા અ રસીકરણ ઝડપી બનતામાં માર્કેટમાં સ્થિરતા આવી છે. એવામાં હવે લોકો ફરીથી શેર બજાર તરફ વળી રહ્યા છે. એવામાં આવનારા દિવસોમાં સોનામાં વધારે તેજીની શક્યતા દેખાતી નથી. આવનારા 2-3 મહિનામાં સોનું 48થી 50 હજારની વચ્ચે રહેવાની ધારણા છે.