શોધખોળ કરો
Advertisement
ટ્રાઈએ એરટેલ, વોડાફોન-આઈડિયાને આપ્યો તગડો ઝટકો, આ બે પ્લાન કર્યા બ્લોક, જાણો વિગત
બંને કંપનીઓ આ પ્લાન યૂઝર્સને ફાસ્ટ ડેટા સ્પીડ અને પ્રાયોરિટી સર્વિસ આપા હતા.
નવી દિલ્હીઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાનો મોટો ઝટકો આપ્યો છે. ટ્રાઇએ ભારતી એરટેલનો પ્લેટિનમ અને વોડાફોન-આઈડિયાનો રેડએક્સ પ્રીમિયર પ્લાન બ્લોક કરી દીધો છે.
બંને કંપનીઓ આ પ્લાન યૂઝર્સને ફાસ્ટ ડેટા સ્પીડ અને પ્રાયોરિટી સર્વિસ આપા હતા. એટલે કે આ પ્લાન્સથી રિચાર્જ કરનારા યૂઝર્સને અન્યની તુલનામાં વધારે સારી સુવિધા આપવામાં આવતી હતી. ટ્રાઈએ કહ્યું, આનાથી જે લોકો પ્રીમિયમ યૂઝર્સ નથી તેમની સર્વિસ પર અસર પડી શકે છે.
વોડાફોન-આઈડિયાએ ટ્રાઈના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. કંપનીના એક સીનિયર ઓફિસરે કહ્યું કે, ટેલિકોમ ઓપરેટર પ્લાન બ્લોક કરવાથી હેરાન છે અને અઠવાડિયામાં તેના પર પગલા લેવા કહ્યું હતું. કંપનીએ કહ્યું કે, તેમને જવાબ આપવાનો મોકો પણ આપવામાં આવ્યો નહોતો.
ટ્રાઈએ કહ્યું, બંને કંપનીઓ દ્વારા પબ્લિક ડેટા હાઇવે પર એક અલગ લેબ બનાવી હતી. જે પબ્લિક રિસોર્સેઝનો ઉપયોગ કરીને અમીર કસ્ટમર્સને અન્ય લોકો કરતાં વધારે સારી સેવા આપવાનો વાયદો કરતા હતા. આ પ્લાન્સની અસર અન્ય યૂઝર્સને મળતી સર્વિસની ક્વોલિટી પર પણ પડતી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement