આ નાણાકીય વર્ષમાં આશરે 1.26 લાખ ટેલિકોમ સ્કિલ પ્રશિક્ષિત યુવાનોને રોજગારી અપાશે: TSSC CEO
ટેલિકોમ સેક્ટર સ્કિલ કાઉન્સિલના એક ઉચ્ચ અધિકારીએ સોમવારે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં ટેલિકોમ ટેક્નોલોજીમાં પ્રશિક્ષિત આશરે 1.26 લાખ યુવાનોને રોજગારી આપવામાં આવશે.
ટેલિકોમ સેક્ટર સ્કિલ કાઉન્સિલના એક ઉચ્ચ અધિકારીએ સોમવારે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં ટેલિકોમ ટેક્નોલોજીમાં પ્રશિક્ષિત આશરે 1.26 લાખ યુવાનોને રોજગારી આપવામાં આવશે.
ટેલિકોમ સેક્ટર સ્કિલ કાઉન્સિલ (TSSC) એ ફિનિશ ટેલીકોમ ગિયર નિર્માતા નોકિયાના સહયોગથી અમદાવાદમાં કૌશલ્ય ધ સ્કિલ યૂનિવર્સિટી કેમ્પસમાં પ્રશિક્ષણ માટે એક નવું તાલિમ કેંદ્ર બનાવવાની પણ જાહેરાત કરી છે. ટીએસએસસીના સીઈઓ અરવિંદ બાલીએ નોકિયા સાથે નવા કેંદ્રના લોન્ચિંગ કાર્યક્રમ પર કહ્યું, ટીએસએસસી આ નાણાકીય વર્ષમાં 1.26 લાખ યુવાઓને તાલીમ આપશે અને તેઓને ઉદ્યોગ દ્વારા રોજગારી આપવામાં આવશે.
આઈટીઆઈ કુબેરનગરમાં સીઓઈ (સેન્ટર ઑફ એક્સેલન્સ) 5G ટેક્નોલોજી કૌશલ્યમાં ઉમેદવારોને તાલીમ આપવા માટે એક સ્કિલ લેબની સ્થાપના કરી રહી છે. જેનો ઉદ્દેશ્ય ઓછામાં ઓછા 70 ટકા શીખનારાઓને કોર્સ પૂરો થયાના 4-6 અઠવાડિયામાં નોકરી ઓફર કરવાનો છે. પ્રોજેક્ટના પ્રથમ વર્ષમાં આવા 300 જેટલા ઉમેદવારોને કાર્યક્રમનો લાભ મળશે.
નોકિયા ઇન્ડિયાના ચીફ માર્કેટિંગ ઓફિસર અમિત મારવાહે કહ્યું હતું કે, "આ માનનીય વડાપ્રધાનના ડિજિટલ ભારતના વિઝનને સમર્થન આપતી એક મહત્વપૂર્ણ પહેલ છે. નોકિયા ટેલિકોમ ટેક્નોલોજીમાં અગ્રણી ઈનોવેશનમાં મોખરે છે અને અમે 5G નિર્માણમાં મદદ કરવા માટે ટેકનિકલ રીતે કુશળ જનશક્તિનો એક પૂલ વિકસાવવા માટે રોકાણ કરી રહ્યા છીએ,"
નોકિયાએ તેના કોર્પોરેટ સામાજિક જવાબદારી કાર્યક્રમના ભાગરૂપે CoE માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સાધનો અને તાલીમમાં રોકાણ કર્યું હતું. કેન્દ્રનું ઉદ્ઘાટન ગુજરાતના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે કર્યું હતું.