શોધખોળ કરો

Tunnels : દેશની આર્થિક રાજધાનીમાં સૌથી લાંબી સમુદ્રી ટનલ લગભગ તૈયાર

ટનલના નિર્માણ બાદ ગિરગામથી વરલીનું અંતર ઘટશે અને 45 મિનિટની મુસાફરી 10 મિનિટમાં પૂર્ણ થશે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ આ ટનલનો વ્યાસ 12.19 મીટર છે.

India First Undersea Tunnels: ભારતની પ્રથમ અન્ડરસી ટનલ ગિરગામ નજીકથી શરૂ થાય છે (મરીન ડ્રાઇવથી આગળ), અરબી સમુદ્ર, ગિરગામ ચોપાટી અને મલબાર હિલની નીચે ઉત્તર તરફ આગળ વધે છે અને બ્રીચ કેન્ડી પાર્ક પર સમાપ્ત થાય છે. તે 2.07 કિલોમીટર લાંબી ટનલ છે. આ ટનલને BMC દ્વારા બનાવવામાં આવી રહી છે, જે રૂ. 12,721 કરોડના મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટનો એક ભાગ છે. આ ટનલ 10.58-કિમી લાંબી MCRP મરીન ડ્રાઇવને બાંદ્રા-વરલી સી લિંક સાથે જોડે છે અને તે કોસ્ટલ રોડ પ્રોજેક્ટનો જ એક ભાગ છે.

આ યાત્રા 10 મિનિટમાં પૂર્ણ થશે

ટનલના નિર્માણ બાદ ગિરગામથી વરલીનું અંતર ઘટશે અને 45 મિનિટની મુસાફરી 10 મિનિટમાં પૂર્ણ થશે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ આ ટનલનો વ્યાસ 12.19 મીટર છે. તેની ઊંડાઈ દરિયાની સપાટીથી 17-20 મીટર છે. લગભગ 1 કિલોમીટરનો ભાગ સમુદ્રની નીચે રાખવામાં આવ્યો છે.

શું હશે આ ટનલની ખાસિયત

ટનલ બનાવવા માટે ફાઈબર ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સુરંગમાં મલબાર હિલમાં 72 મીટરની ઊંડાઈમાં પ્રવેશનો સમાવેશ થાય છે. ટનલની અંદર 6 ક્રોસિંગ છે. પદયાત્રીઓ માટે ચાર અને સાયકલ સવારો માટે બે લેન તૈયાર કરવામાં આવી છે. ટેનલમાં 3.2 મીટરની ત્રણ લેન છે. જોકે ત્રીજી લેનનો ઉપયોગ ઈમરજન્સી માટે કરવામાં આવશે.

2021માં કામ થયું હતું શરૂ 

ભારતના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ટનલ બોરિંગ મશીન (TBM)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનું વજન 1,700 ટનથી વધુ છે અને તે લગભગ 12 મીટર લાંબુ છે. બોરિંગ કામ 2021માં શરૂ થયું હતું. ટીબીએમને એસેમ્બલ કરીને લોન્ચ કરવાનું કામ એક વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું.

આજે જાહેર જનતા માટે ખુલશે વિશ્વની સૌથી લાંબી હાઈવે ટનલ, પીએમ મોદી કરશે ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે સવારે રોહતાંગમાં અટલ ટનલનું ઉદ્ઘાટન કરશે. અટલ ટનલ દુનિયામાં સૌથી લાંબી હાઇવે ટનલ છે. 9.02 કિલોમીટરની લંબાઈ ધરાવતી આ ટનલ મનાલીને આખું વર્ષ લાહૌલ-સ્પિતિ ઘાટી સાથે જોડી રાખશે. અગાઉ આ ઘાટી ભારે હિમવર્ષાને કારણે દર વર્ષે આશરે 6 મહિના સુધી દેશના બાકીના વિસ્તારોથી સંપર્કવિહોણી થઈ જતી હતી. આ ટનલનું નિર્માણ હિમાલયની પીરપંજાલ પર્વતમાળામાં અત્યાધુનિક ખાસિયતો સાથે થયું છે, જે દરિયાની સરેરાશ સપાટીથી 3,000 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. 

ઉદ્ધાટન પહેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે આ અટલ ટનલની મુલાકાત લીધી હતી. આ ટનલથી મનાલી અને લેહ વચ્ચે 46 કિલોમીટરનું અંતર ઘટશે તથા પ્રવાસનો સમય આશરે 4થી 5 કલાક ઓછો થઈ જશે. અટલ ટનલની સાઉથ પોર્ટલ (એસપી) 3060 મીટરની ઊંચાઈ પર મનાલીથી 26 કિલોમીટરના અંતરે સ્થિત છે, ત્યારે નોર્થ પોર્ટલ (એનપી) 3071 મીટરની ઊંચાઈ પર લાહૌલ ઘાટીમાં સિસ્સુમાં તેલિંગ ગામ નજીક સ્થિત છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Embed widget