Twitter CEO: ઇલોન મસ્કે કૂતરાને બનાવ્યો ટ્વિટરના CEO! કહ્યું- બીજા કરતાં તો આ સારો
હાલમાં જ ઈલોન મસ્કે ટ્વિટરની બ્લુ ટિક વિશે કહ્યું છે કે ફ્રી બ્લુ ટિક દૂર કરવામાં આવશે. ઇલોન મસ્કને એવા વપરાશકર્તાઓ સાથે કોઈ સમસ્યા નથી કે જેમણે બ્લુ ટિક સાથે ટ્વિટર બ્લુ પર સબ્સ્ક્રાઇબ કર્યું છે.
Twitter CEO: ઇલોન મસ્કને આખરે ટ્વિટર માટે સીઇઓ મળી ગયા છે. રસપ્રદ વાત એ છે કે ટ્વિટરનો નવો સીઈઓ માણસ નહીં પણ કૂતરો છે. તે મસ્કનો પાલતુ કૂતરો ફ્લોકી છે, જેનું બીજું નામ શિબા ઇનુ પણ છે. ઇલોન મસ્કે પોતાના ટ્વીટમાં કહ્યું છે કે તેમનો કૂતરો ફ્લોકી "બીજા માણસ" કરતા સારો છે, જોકે તેણે કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ લીધું નથી. તમને જણાવી દઈએ કે 44 બિલિયન ડોલરમાં ટ્વિટર ખરીદ્યા બાદ ઈલોન મસ્ક તેના સીઈઓ હતા અને સીઈઓ બન્યા બાદ તેમણે પરાગ અગ્રવાલ સહિત ઘણા લોકોને કાઢી મુક્યા હતા.
સીઈઓ બન્યા બાદ ઈલોન મસ્કે પોતાના કૂતરાનાં વખાણ કર્યા છે અને કહ્યું છે કે તે નંબરોની સાથે ખૂબ જ સારો છે અને તેની સ્ટાઈલ પણ છે. ઈલોન મસ્કની આ ટ્વીટને અત્યાર સુધીમાં લગભગ 20 હજાર લોકોએ લાઈક કરી છે અને 10.6 મિલિયન વ્યૂઝ છે. અન્ય એક ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે ટ્વિટરના બોર્ડ ઓફ ડાયરેક્ટર ઇલોન મસ્ક છે, જોકે લોકો ઈલોન મસ્કના આ તમામ ટ્વિટને મજાકના રૂપમાં જોઈ રહ્યા છે.
ફ્રી બ્લૂ ટિક દૂર કરવામાં આવશે
હાલમાં જ ઈલોન મસ્કે ટ્વિટરની બ્લુ ટિક વિશે કહ્યું છે કે ફ્રી બ્લુ ટિક દૂર કરવામાં આવશે. ઇલોન મસ્કને એવા વપરાશકર્તાઓ સાથે કોઈ સમસ્યા નથી કે જેમણે બ્લુ ટિક સાથે ટ્વિટર બ્લુ પર સબ્સ્ક્રાઇબ કર્યું છે. ઇલોન મસ્કે કહ્યું છે કે ફ્રી બ્લુ ટિક (લેગસી બ્લુ ચેક) ધરાવતા લોકો જ ખરેખર ભ્રષ્ટ છે. ફ્રી યુઝર્સ પાસેથી જલ્દી જ બ્લુ ટિક પાછી ખેંચી લેવામાં આવશે. ઈલોન મસ્કે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
The new CEO of Twitter is amazing pic.twitter.com/yBqWFUDIQH
— Elon Musk (@elonmusk) February 15, 2023
ઇલોન મસ્કે બ્લુ ટિક માટે સબસ્ક્રિપ્શન પ્લાન રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે આ પ્લાન ફક્ત તે લોકો માટે જ લાગુ થશે જેઓ દર મહિને ચૂકવણી કરશે. જો કે અત્યાર સુધી બ્લુ ટિકની સુવિધા કોઈપણ ચાર્જ આપ્યા વિના આપવામાં આવતી હતી, પરંતુ હવે ઈલોન મસ્કે તેને છીનવી લેવાની તૈયારી કરી લીધી છે અને ટૂંક સમયમાં બ્લુ ટિક યુઝર્સના એકાઉન્ટમાંથી તેને હટાવી દેવામાં આવશે.
He’s great with numbers! pic.twitter.com/auv5M1stUS
— Elon Musk (@elonmusk) February 15, 2023
ઇલોન મસ્કે શું કહ્યું
એક યુઝરે ઇલોન મસ્કને પૂછ્યું કે જેમને મફતમાં બ્લુ ટિક મળી છે તેમનું શું થશે? ઈલોન મસ્કે પોતાના જવાબમાં કહ્યું કે આવા યુઝર્સ પાસેથી જલ્દી જ બ્લુ ટિક પાછી ખેંચી લેવામાં આવશે અને આ યુઝર્સ બ્લુ ટિક ફીચર્સનો ઉપયોગ કરી શકશે નહીં. જો કે, જો તેઓ ફરીથી બ્લુ ટિક મેળવવા માંગતા હોય, તો તેમને માસિક ચાર્જ ચૂકવવો પડશે.