શોધખોળ કરો

Income tax: 31 જાન્યુઆરી સુધી કરી શકશો ટેક્સ સંબંધિત આ જરૂરી કામ, સરકારે વધારી ડેડલાઇન

Vivad Se Vishwas Scheme:દરમિયાન કરદાતાઓ માટે મોટા સમાચાર આવ્યા છે. આવકવેરા વિભાગે છેલ્લી ક્ષણે ‘વિવાદ સે વિશ્વાસ યોજના’ની સમયમર્યાદા વધારી દીધી છે

Vivad Se Vishwas Scheme: આજે વર્ષ 2024નો છેલ્લો દિવસ છે અને આવતીકાલથી નવું વર્ષ (New Year 2025)  શરૂ થવા જઈ રહ્યું છે, આ દરમિયાન કરદાતાઓ માટે મોટા સમાચાર આવ્યા છે. આવકવેરા વિભાગે છેલ્લી ક્ષણે ‘વિવાદ સે વિશ્વાસ યોજના’ની સમયમર્યાદા વધારી દીધી છે. અગાઉ આ યોજનાની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી જે હવે 31મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. આનો અર્થ એ છે કે વધુ એક મહિના માટે કરદાતાઓ તેમના વિવાદિત કરને ઓછી રકમ સાથે પતાવટ કરી શકે છે. આ યોજનાની જાહેરાત નાણામંત્રીએ મોદી 3.0 ના પહેલા બજેટમાં કરી હતી. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

એક મહિનો લંબાવી ડેડલાઇન

આવકવેરા વિભાગે (Income Tax Department) કરદાતાઓના વિવાદિત કર મુદ્દાઓનું સમાધાન કરવા માટે વિવાદ સે વિશ્વાસ યોજના શરૂ કરી હતી, જેમાં આવકવેરાના વિવાદોથી પરેશાન કરદાતાઓ ઓછી રકમ ચૂકવીને તેને પૂર્ણ કરી શકે છે. આ યોજનાની સમયમર્યાદા પણ 31મી ડિસેમ્બર 2024 એટલે કે આજે પૂરી થવા જઈ રહી હતી. પરંતુ આવકવેરા વિભાગે સોમવારે જ આ અંગે એક નોટિફિકેશન બહાર પાડીને તેની સમયમર્યાદા 1 મહિનો વધારવાની જાહેરાત કરી હતી. જો તમે આ સ્કીમનો લાભ લઈને ટેક્સ વિવાદનું સમાધાન કરવા માંગો છો તો હવે તમારી પાસે 31 જાન્યુઆરી, 2025 સુધીનો સમય છે.

સેન્ટ્રલ કમિશન ઑફ ડાયરેક્ટ ટેક્સિસ એટલે કે CBDTએ એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું છે કે હવે વિવાદ સે વિશ્વાસ સ્કીમનો લાભ આવતા વર્ષે પણ મળશે અને વિવાદિત ટેક્સનું સમાધાન 31 જાન્યુઆરી સુધી કરી શકાશે. તે સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જો કરદાતાઓ નવી સમયમર્યાદા સુધીમાં તેમના વિવાદોનું નિરાકરણ લાવવામાં સક્ષમ નહી બને તો આવી સ્થિતિમાં, 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ અથવા તે પછી કરવામાં આવેલી ઘોષણાઓ માટે વિવાદિત કર માંગના 110 ટકા ચૂકવવા પડશે.

આ કરદાતાઓને યોજનાનો લાભ મળશે

વિવાદ સે વિશ્વાસ યોજનાનો લાભ એવા કરદાતાઓને મળશે જેમની ફરિયાદ કર સંબંધિત વિવાદિત કેસના સંબંધમાં દાખલ કરવામાં આવી છે. જે કરદાતાઓએ 22 જુલાઈ, 2024 સુધીમાં સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અથવા ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલમાં અરજી દાખલ કરી છે અથવા ટેક્સ અધિકારીઓ વતી અપીલ કરી છે, તો તેમને આ હેઠળ ઓછી રકમ ચૂકવીને ટેક્સ સેટલમેન્ટનો લાભ મળશે.

સરકારને આશા છે કે આ સ્કીમથી લગભગ 2.7 કરોડ ડાયરેક્ટ ટેક્સ ડિમાન્ડનો ઉકેલ આવશે, જેની કુલ રકમ લગભગ 35 લાખ કરોડ રૂપિયા થશે. આ કેસોનો ઝડપથી નિકાલ કરવા માટે શરૂ કરાયેલી આવકવેરા વિભાગની આ યોજના હેઠળ ચાર પ્રકારના ફોર્મ જાહેર કરવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચે WTC ફાઇનલ? આ સમીકરણથી ભારત-ઓસ્ટ્રેલિયા થશે બહાર
શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચે WTC ફાઇનલ? આ સમીકરણથી ભારત-ઓસ્ટ્રેલિયા થશે બહાર
Income tax: 31 જાન્યુઆરી સુધી કરી શકશો ટેક્સ સંબંધિત આ જરૂરી કામ, સરકારે વધારી ડેડલાઇન
Income tax: 31 જાન્યુઆરી સુધી કરી શકશો ટેક્સ સંબંધિત આ જરૂરી કામ, સરકારે વધારી ડેડલાઇન
Income Tax: શું Digi Yatraના ડેટાથી ટેક્સ ચોરી કરનારાઓની થશે ઓળખ? ઇન્કમટેક્સ વિભાગે શું કહ્યુ?

ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈHun To Bolish : હું તો બોલીશ : ભગવાનના દરબારમાં પણ VIPનો વહેમ?Junagadh Gadi Controversy: જૂનાગઢના ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ વધુ વકર્યોBZ Group Scam : ભૂપેન્દ્ર ઝાલાની પૉન્ઝી સ્કીમમાં 11 હજાર લોકોનું રોકાણ! CID ક્રાઇમની તપાસમાં ખુલાસા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચે WTC ફાઇનલ? આ સમીકરણથી ભારત-ઓસ્ટ્રેલિયા થશે બહાર
શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચે WTC ફાઇનલ? આ સમીકરણથી ભારત-ઓસ્ટ્રેલિયા થશે બહાર
Income tax: 31 જાન્યુઆરી સુધી કરી શકશો ટેક્સ સંબંધિત આ જરૂરી કામ, સરકારે વધારી ડેડલાઇન
Income tax: 31 જાન્યુઆરી સુધી કરી શકશો ટેક્સ સંબંધિત આ જરૂરી કામ, સરકારે વધારી ડેડલાઇન
Income Tax: શું Digi Yatraના ડેટાથી ટેક્સ ચોરી કરનારાઓની થશે ઓળખ? ઇન્કમટેક્સ વિભાગે શું કહ્યુ?
Income Tax: શું Digi Yatraના ડેટાથી ટેક્સ ચોરી કરનારાઓની થશે ઓળખ? ઇન્કમટેક્સ વિભાગે શું કહ્યુ?
ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
LPG, PF, UPI અને... એક જાન્યુઆરીથી થવા જઇ રહ્યા છે આ મોટા ફેરફારો

Crime News: બનેવી અને સાળી વચ્ચેનો સંબંધ અનૈતિક પરંતુ સહમતિ બાદ ન ગણી શકાય બળાત્કારઃ અલ્હાબાદ હાઈકોર્ટ

RBIએ લીધો મોટો નિર્ણય, એક એપ્રિલથી બદલાઇ જશે પૈસા મોકલવાનો આ નિયમ

Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ

Embed widget