શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વોડાફોન આઈડિયાનો શેર પછડાયો ઉંધા માથે, જાણો ભાવમાં કેટલા ટકાનો કડાકો બોલ્યો
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં થયેલી ખોટના કારણે સોમવારે વોડાફોન આઈડિયાના શેરમાં મોટો ઘટાડો નોંધાયો હતો. કંપનીનો શેર દિવસભરના કારોબાર દરમિયાન 29.2 ટકાના ઘટાડા સાથે 6.55 રૂપિયાના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો હતો.
નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં થયેલી ખોટના કારણે સોમવારે વોડાફોન આઈડિયાના શેરમાં મોટો ઘટાડો નોંધાયો હતો. કંપનીનો શેર દિવસભરના કારોબાર દરમિયાન 29.2 ટકાના ઘટાડા સાથે 6.55 રૂપિયાના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો હતો. બીએસઈ પર વોડાફોન આઈડિયાનો શેર 27.03% ઘટાડા સાથે 6.75 રૂપિયા પર બંધ થયો હતો.
વોડાફોન આઈડિયાને 30 જૂને સમાપ્ત થયેલા પ્રથમ ત્રિમાસિકામાં 4,874 રૂપિયાની ચોખ્ખી ખોટ થઈ છે, જ્યારે ગત વર્ષે ચોથા ત્રિમાસિકમાં પણ કંપનીને 4,882 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી. જૂન ત્રિમાસિકમાં કંપનીની આવક ગત વર્ષના ત્રિમાસિકની તુલનામાં ચાર ટકા ઘટીને 11,270 કરોડ રૂપિયા રહી છે.
વોડાફોન-આઈડિયાનું 31 ઓગસ્ટ, 2018ના રોજ મર્જર થયું હતું. દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નેતૃત્વવાલી રિલાયન્સ જિયો બજારમાં આવ્યા બાદ ભારતી એરટેલ, વોડાફોન, આઈડિયા જેવી કંપનીઓમાં ટેરિફ વોર જામ્યું છે. જિયો ફ્રી કોલિંગ તથા સસ્તા ડેટા પ્લાન આપીને જૂની દિગ્ગજ કંપનીઓને હંફાવી રહી છે. કારોબાર શરૂ કર્યાના માત્ર ત્રણ વર્ષની અંદર રિલાયન્સ જિયો 33.13 કરોડ ગ્રાહકો સાથે દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે. જિયોએ આ ક્ષેત્રની સૌથી મોટી કંપની વોડાફોન-આઈડિયાને પછાડીને આ ઉપલબ્ધિ મેળવી હતી.
ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સંજય બાંગરની જગ્યા લઈ શકે છે આ પૂર્વ ક્રિકેટર, જાણો વિગત
વરસાદથી રાજ્યમાં કેટલા રસ્તા છે બંધ ? કયા જિલ્લામાં છે સૌથી વધારે અસર, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion