(Source: ECI/ABP News/ABP Majha)
Vodafone : હવે વોડાફોને કર્મચારીઓને આપ્યો ઝાટકો, લીધો આકરો નિર્ણય
બ્રિટિશ ટેલિકોમ જાયન્ટ તેના ઇટાલી યુનિટનું કદ ઘટાડવા માંગે છે, જેના દ્વારા ખર્ચ ઘટાડવાની કંપનીની યોજનાને અમલમાં મૂકી શકાય છે.
Vodafone Job Cut: દુનિયાભરના અનેક દેશોમાં મોટી મોટી દિગ્ગજ ગણાતી કંપનીઓ તેના કર્મચારીઓની મોટાપાયે છટણી કરી રહી છે. જેમાં હવે વોડાફોનનું પણ નામ ઉમેરાયું છે. વોડાફોને કહ્યું છે કે તે ઇટાલીમાં 1000 લોકોને છૂટા કરવા જઈ રહ્યું છે. આનો અર્થ એ છે કે કંપની ઇટાલીમાં તેના કુલ કર્મચારીઓના પાંચમા ભાગની નોકરીઓ ઘટાડવા માંગે છે.
યુનિયનોએ ગયા અઠવાડિયે જ રોઇટર્સને આ માહિતી આપી હતી. યુનિયનના બે અધિકારીઓએ કહ્યું હતું કે, બ્રિટિશ ટેલિકોમ જાયન્ટ તેના ઇટાલી યુનિટનું કદ ઘટાડવા માંગે છે, જેના દ્વારા ખર્ચ ઘટાડવાની કંપનીની યોજનાને અમલમાં મૂકી શકાય છે.
વોડાફોન ઇટાલિયાએ તેના નિવેદનમાં શું કહ્યું?
ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર વોડાફોન ઇટાલિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઘટતી આવક અને ઘટતા માર્જિનના કારણે કંપની ટેલિકોમ સેક્ટરમાં ભારે સ્પર્ધાત્મક દબાણનો સામનો કરી રહી છે. જેના કારણે કંપનીએ ઈચ્છા વગર પણ આ કડક નિર્ણય લેવો પડ્યો છે. કંપનીએ યુનિયનોની બેઠકમાં આ વિશે માહિતી આપી છે અને કહ્યું છે કે કંપનીએ તેના ઓપરેશનલ કામને વધુ ઝડપી ગતિએ સરળ બનાવવું પડશે. તેથી વોડાફોન ઇટાલિયા પાસે નોકરીઓ કાપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
વોડાફોન ઇટાલિયામાં કેટલા કર્મચારીઓ
વોડાફોન ઇટાલિયામાં માર્ચ સુધીમાં કુલ 5,765 કર્મચારીઓ હતા. ગ્રુપના તાજેતરના વાર્ષિક અહેવાલ અનુસાર આ માહિતી પ્રાપ્ત થઈ છે. કંપની સમગ્ર વિશ્વમાં લગભગ 1,04,000 લોકોને રોજગારી આપે છે.
વોડાફોને પહેલેથી જ સંકેત આપ્યો હતો
આ વર્ષે જાન્યુઆરીમાં પણ એક સમાચાર આવ્યા હતા કે વોડાફોને આગામી 5 વર્ષમાં સેંકડો કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી છે. માર્કેટમાં મંદીની અસરને જોતા વોડાફોને નવેમ્બર 2022માં જ તેના ખર્ચમાં કાપની જાહેરાત કરી હતી. કંપનીએ જાહેરાત કરી હતી કે વર્ષ 2026 સુધીમાં કંપની તેના ખર્ચમાં $1.08 બિલિયન સુધીનો ઘટાડો કરશે.
JIO હોય કે Airtel... આ છે સૌથી સસ્તો અને સ્માર્ટ રિચાર્જ પ્લાન, જાણો તમારા માટે કયો છે ફાયદાકારક
દેશમાં મોટાભાગના મોબાઇલ યૂઝર્સ Jio, Airtel અને BSNL અને Vi, આમાંની જ ટેલિકૉમ કંપનીઓની સર્વિસનો ઉપયોગ કરી રહ્યાં છે, આવામાં લોકો ઇચ્છે છે કે, આપણા માટે કોઇ સારામાં સારો અને સસ્તો રિચાર્જ પ્લાન મળી જાય તો સારુ, જેમાં ઇન્ટરનેટ, કૉલિંગથી લઇને એક્સ્ટ્રા બેનિફિટ મળતા હોય. જો તમે આવો સસ્તો અને સ્માર્ટ રિચાર્જ પ્લાન શોધી રહ્યાં છો, તો અહીં તમારા માટે અમે તમને બેસ્ટ પ્લાન બતાવી રહ્યા છીએ, જે તમારા માટે બેસ્ટ સાબિત થઇ શકે છે.
અહીં બતાવેલા પ્લાન 160 રૂપિયાથી પણ સસ્તાં છે, અને સાથે જ તમામ Prepaid Plans છે, અને આમાં તમને અનલિમીટેડ કૉલિંગ, ઇન્ટરનેટ અને ફ્રી SMS પણ મળી રહે છે. આ તમામ રિચાર્જ પ્લાન્સ 20 થી વધુ દિવસની વેલિડિટી સાથે આવે છે અને આ ટેલિકૉમ કંપનીઓની ઓફિશિયલ વેબસાઇટ પર લિસ્ટેડ છે.