શોધખોળ કરો

ભાડા કરાર 11 મહિનાનો જ કેમ હોય છે? 12 મહિનાનો કેમ નહીં? જાણો આ પાછળનું કાયદાકીય કારણ

11 month rent agreement rule: ભાડાના મકાનમાં રહેતા લોકો માટે 11 મહિનાનો કરાર કરાવવો શા માટે ફાયદાકારક છે? જાણો રજિસ્ટ્રેશનના નિયમો અને ખર્ચ બચાવવાની સ્માર્ટ રીત વિશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતીય નોંધણી કાયદો 12 મહિનાથી વધુ કરારની નોંધણી ફરજિયાત કરે છે.
  • 11 મહિનાનો કરાર રજિસ્ટ્રેશન ફી અને સ્ટેમ્પ ડ્યૂટી બચાવે છે.
  • મકાનમાલિકોને ભાડું અને શરતો બદલવાની સુગમતા મળે છે.
  • નોટરી કરેલા કરાર કાયદેસર માન્ય અને HRA માટે ઉપયોગી.

11 month rent agreement rule: જો તમે ક્યારેય ભાડાના મકાનમાં રહ્યા છો, તો તમે નોંધ્યું હશે કે મકાનમાલિક હંમેશા 11 મહિનાનો જ રેન્ટ એગ્રીમેન્ટ (ભાડા કરાર) કરાવે છે. એક વર્ષમાં 12 મહિના હોવા છતાં આ કરાર માત્ર 11 મહિના માટે જ કેમ થાય છે, તેવો પ્રશ્ન ઘણાને થતો હોય છે. હકીકતમાં, આની પાછળ કાયદાકીય અને આર્થિક કારણો છુપાયેલા છે. રજિસ્ટ્રેશનના મોટા ખર્ચથી બચવા, કાગળની લાંબી કાર્યવાહી સરળ બનાવવા અને બંને પક્ષોને અનુકૂળતા રહે તે માટે દેશભરમાં 11 મહિનાનો કરાર સૌથી બેસ્ટ માનવામાં આવે છે.

રજિસ્ટ્રેશનના કાયદામાંથી મુક્તિ

આ 11 મહિનાના ટ્રેન્ડ પાછળનું સૌથી મોટું કારણ 'ભારતીય નોંધણી અધિનિયમ (Indian Registration Act) 1908' છે. આ કાયદા મુજબ, જો તમે કોઈપણ પ્રોપર્ટી 12 મહિના કે તેથી વધુ સમય માટે ભાડે આપો છો, તો તે કરારનું સરકારી કચેરીમાં કાયદેસર રીતે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બની જાય છે. પરંતુ, જો આ કરાર 11 મહિનાનો જ હોય, તો તેનું રજિસ્ટ્રેશન કરાવવું કાયદેસર રીતે જરૂરી નથી રહેતું. આથી જ મોટાભાગના લોકો સમય અને કાગળકામ બચાવવા 11 મહિનાનો ઓપ્શન પસંદ કરે છે.

પૈસાની બચત અને મકાનમાલિકને ફાયદો

જો ભાડા કરાર 12 મહિના કે તેથી વધુ સમય માટે બનાવવામાં આવે, તો તેમાં ભારે રજિસ્ટ્રેશન ફી અને સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી પડે છે. 11 મહિનાનો કરાર કરવાથી આ બધો જ વધારાનો ખર્ચ બચી જાય છે. આ ઉપરાંત, મકાનમાલિકો માટે પણ આ સમયગાળો ઘણો અનુકૂળ રહે છે. 11 મહિના પૂરા થયા પછી તેઓ માર્કેટ મુજબ ભાડું વધારી શકે છે અથવા પોતાની જરૂરિયાત મુજબ નવી શરતો સાથે નવો કરાર તૈયાર કરી શકે છે.

આ પણ વાંચોઃ ભાડાના મકાનમાં રહેવું હવે બનશે સસ્તું? કેન્દ્ર સરકારની આ યોજનાથી સામાન્ય માણસને થશે સીધો ફાયદો

કાયદાકીય માન્યતા અને ITRમાં ઉપયોગી

ઘણાને એવો પ્રશ્ન થાય કે શું રજિસ્ટ્રેશન વગરનો કરાર માન્ય ગણાય? તો જવાબ છે હા. 100 કે 200 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર બનાવેલો 11 મહિનાનો નોટરી કરેલો ભાડા કરાર કાયદાકીય રીતે માન્ય દસ્તાવેજ જ ગણાય છે. ભવિષ્યમાં જો મકાનમાલિક અને ભાડૂઆત વચ્ચે કોઈ વિવાદ થાય, તો તેને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરી શકાય છે. આ ઉપરાંત, જો તમે નોકરી કરો છો અને ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરો છો, તો HRA (હાઉસ રેન્ટ એલાઉન્સ) દ્વારા ટેક્સ બચાવવા માટે પણ આ 11 મહિનાનો કરાર ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

ટૂંકમાં કહીએ તો, ઓછી કાગળિયાની માથાકૂટ, રજિસ્ટ્રેશનની ઝંઝટમાંથી મુક્તિ, સમય-પૈસાની બચત અને મકાનમાલિક-ભાડૂઆત બંનેની સગવડને કારણે આજે પણ મોટાભાગના લોકો 11 મહિનાનો જ ભાડા કરાર કરાવવાનો આગ્રહ રાખે છે.

આ પણ વાંચોઃ New Rent Agreement Rules 2025: 2 મહિનામાં આ કામ પતાવવું ફરજિયાત! ભાડા કરારના નવા નિયમો લાગુ, નહીંતર થશે મુશ્કેલી

Frequently Asked Questions

શા માટે ભાડા કરાર સામાન્ય રીતે 11 મહિનાનો જ હોય ​​છે?

12 મહિના કે તેથી વધુના કરાર માટે કાયદેસર રજિસ્ટ્રેશન ફરજિયાત છે. 11 મહિનાનો કરાર રજિસ્ટ્રેશનની ઝંઝટ અને મોટા ખર્ચથી બચાવે છે, જે સમય અને પૈસા બંનેની બચત કરે છે.

11 મહિનાના ભાડા કરાર પાછળ કયો કાયદો જવાબદાર છે?

'ભારતીય નોંધણી અધિનિયમ 1908' મુજબ, 12 મહિના કે તેથી વધુ સમય માટે પ્રોપર્ટી ભાડે આપવા માટે કરારનું કાયદેસર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, જે 11 મહિનાના કરાર પર લાગુ પડતું નથી.

શું રજિસ્ટ્રેશન વગરનો 11 મહિનાનો ભાડા કરાર કાયદેસર રીતે માન્ય ગણાય?

હા, 100 કે 200 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર બનેલો અને નોટરી કરેલો 11 મહિનાનો ભાડા કરાર કાયદેસર માન્ય દસ્તાવેજ ગણાય છે. વિવાદના કિસ્સામાં તેને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરી શકાય છે.

11 મહિનાનો ભાડા કરાર કરવાથી શું નાણાકીય ફાયદા થાય છે?

11 મહિનાનો કરાર કરવાથી ભાડા કરારના રજિસ્ટ્રેશનમાં લાગતી ભારે ફી અને સ્ટેમ્પ ડ્યુટીના ખર્ચમાંથી બચી શકાય છે. આનાથી મકાનમાલિક અને ભાડુઆત બંનેના પૈસાની બચત થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
બેંક ખાતામાં 54,00,000 રોકડા જમા કર્યા છતાંય ન લાગ્યો ટેક્સ! જાણો પ્રોપર્ટી ડીલરે કઈ રીતે કેસ જીત્યો
બેંક ખાતામાં 54,00,000 રોકડા જમા કર્યા છતાંય ન લાગ્યો ટેક્સ! જાણો પ્રોપર્ટી ડીલરે કઈ રીતે કેસ જીત્યો
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget