UPI કરનારા આ લોકોને લાગી શકે ઝટકો, ચૂકવવો પડી શકે છે એકસ્ટ્રા ચાર્જ, જાણો કારણ
આજકાલ દરેક વ્યક્તિ UPI પેમેન્ટ કરે છે. જો તમે પણ આવું કરો છો તો આ સમાચાર સાંભળીને તમને ચોક્કસથી થોડો આંચકો લાગશે
આજકાલ દરેક વ્યક્તિ UPI પેમેન્ટ કરે છે. જો તમે પણ આવું કરો છો તો આ સમાચાર સાંભળીને તમને ચોક્કસથી થોડો આંચકો લાગશે. કારણ કે એક નવો રિપોર્ટ સામે આવ્યો છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે UPI પેમેન્ટ પર ચાર્જ લાગશે. આજે અમે તમને આ વિશે જ માહિતી આપવા જઈ રહ્યા છીએ.
કોણે ચાર્જ ચૂકવવો પડશે?
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા યુઝર્સને ચાર્જ ચૂકવવો પડી શકે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ઇકોનોમિક ટાઇમ્સ સાથે વાત કરતા નિષ્ણાતોએ આ જાણકારી આપી છે.
રુપે ક્રેડિટ કાર્ડ
હવે મોટાભાગની બેન્કો આ નેટવર્કનો ઉપયોગ કરી રહી છે કારણ કે Rupay એ ભારતનું નેટવર્ક છે. જ્યારે પહેલા વિઝા અને માસ્ટરકાર્ડનો ઉપયોગ થતો હતો. પરંતુ હવે મોટી બેન્કો પણ આ નેટવર્ક દ્વારા ક્રેડિટ જાહેર કરી રહી છે.
કેટલો લાગશે ચાર્જ?
જોકે, નિષ્ણાતોએ આ માહિતી આપી નથી. પરંતુ MDR ચાર્જમાં ચોક્કસ ફેરફાર થઈ શકે છે. હાલમાં 2,000 રૂપિયા સુધીના પેમેન્ટ પર કોઈ ચાર્જ લાગતો નથી. હવે આ નિર્ણય ટ્રાન્ઝેક્શનની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
ચાર્જ ક્યારથી લાગી શકે છે?
જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. પરંતુ નિષ્ણાંતોનું કહેવું છે કે આ ફેરફારો બહુ જલ્દી કરવામાં આવી શકે છે. આ પછી જો તમે Google Pay, Phone Pay, Paytm અથવા કોઈપણ પેમેન્ટ એપ પર ક્રેડિટ કાર્ડની મદદથી પેમેન્ટ કરો છો તો તમારે આ ચાર્જ ચૂકવવો પડી શકે છે.